________________
વર્તમાનનાં કર્મ કે ભવિષ્યનાં કર્મફળ સાથે ભ્રાંતિમાં પણ સંબંધ હોઈ શકે નહીં. માટે જ જ્ઞાનીના સંદર્ભમાં અત્રે જણાવ્યું છે કે “ન સ્નિગરે યતિઃ વિશ્વત્ વિમવિ મિઃ ” આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે પોતાને આત્મસ્વરૂપે અસંગ સમજનારો જ્ઞાની ક્યારેય ભવિષ્યમાં પ્રાપ્ત થનારા ભાવિ કર્મોથી બંધાતો નથી, લપાતો નથી અગર એવા કર્મોથી લેશમાત્ર પણ પ્રભાવિત થતો નથી.
(છંદ-અનુષ્ટ્રપ) न नभो घटयोगेन सुरागन्धेन लिप्यते ।
तथाऽऽत्मोपाधियोगेन तद्धर्मेनैव लिप्यते ॥४५१॥ નમઃ = (જેમ) આકાશ માત્મા = આત્મા ઘટયોન = ઘડામાં રહેલા ઉપાયોરોન = ઉપાધિનો સંબંધ સુરજેન = દારૂની ગંધથી
હોવા છતાં ન તિથલે - લેખાતું નથી, તમેં = તેના ધર્મોથી
= તેમ ન વ નિયતે = લપાતો જ નથી..
तथा
જેવી રીતે આકાશ ઘડામાં રહેલા દારૂની ગંધથી ગંધાઈ જઈ દારૂના ધર્મગ્રહણ કરી દારૂથી લપાતો નથી તેમ જે જ્ઞાની પોતાને આત્મા તરીકે જાણે છે, તે શરીરરૂપી ઘડાની ઉપાધિથી શરીર જેવા ચામડાના ઘડામાં રહેવા છતાં શરીરના ધર્મોથી ન તો પ્રભાવિત થાય છે કે ન તો શરીરના ધર્મોથી તાદાત્મ કરી તેવા ધર્મોવાળો થાય છે. તાત્પર્યમાં, શરીર જન્મે છે, વિકાર પામે છે, કર્મ કરે છે, કર્તા કહેવાય છે, કર્મના ફળ ભોગવે છે અને ફળ ભોગવતાં ભોગવતાં શરીરનું પ્રારબ્ધ કર્મ પૂર્ણ થતાં શરીર મૃત્યુને આધીન થાય છે છતાં શરીરના તેવા કોઈ કર્મો કે જન્મમૃત્યુ જેવા ધર્મોનો સંગ આત્માને લાગતો નથી કે શરીરના ધર્મોથી આત્મા લેપાયમાન થતો નથી. માટે શરીરરૂપી ઉપાધિ દ્વારા થતાં પુણ્ય કે પાપરૂપી કર્મોનો રંગ આત્માને લાગતો નથી, તેમ હોવાથી શરીરના કર્મોનું ફળ ભોગવવા માટે આત્માને ન તો સ્વર્ગ કે