________________
પશ્ચાત્ તુ ગોમતૌ = (તેને છોડયા) પછીથી ‘તે ગાય છે,’ તેમ જાણવાથી અટકતું નથી. (પણ)
न तिष्ठति
वेगेन लक्ष्यम्
× વેગથી લક્ષ્યને
निर्भरम्
= સંપૂર્ણપણે
छिनत्ति एव
=
૭૧૨
વીંધે જ છે.
લૌકિક વ્યવહા૨માં પણ કરાયેલું સામાન્ય કર્મ તેના હેતુની પ્રાપ્તિ પૂર્વે કદાપિ શાંત થતું નથી અર્થાત્ કર્મનો હેતુ સભર થાય ત્યારબાદ જ કર્મની નિવૃત્તિ કે બાદબાકી થતી જોવામાં આવે છે. જેમ કે વિદ્યાભ્યાસ માટેનું વિદ્યાર્થીનું અધ્યયનરૂપી કર્મ સ્નાતક આદિની ઉપાધિ પ્રાપ્ત થતાં પૂર્ણ થઈ.જાય છે અને ત્યારબાદ વિદ્યાર્થીને અભ્યાસ કર્મ માટે શાળા કે મહાશાળામાં ઉપસ્થિત રહી અધ્યયનકાર્ય કરવાનું રહેતું નથી અર્થાત્ વિદ્યાર્થીનું અધ્યયન કાર્ય સહેતુક શાંત થયું કહેવાય અને તે જ પ્રમાણે જ્યાં સુધી દર્દની નાબૂદી ન થાય ત્યાં સુધી સપ્રમાણ દવા લેવાનું તથા નિયમાનુસાર ચરી પાળવારૂપી કર્મ શાંત થઈ શકે નહીં. આવો સામાન્ય લૌકિક નિયમ, જો લોકવ્યવહારમાં પ્રમાણભૂત ગણાતો હોય તો શાસ્ત્રગત કર્મના નિયમમાં પણ તેવો કોઈ નિયમ પ્રમાણભૂત . હોવો જોઈએ, તેવું કહેવામાં લેશમાત્ર અતિશયોક્તિ નથી.
=
તે સંદર્ભે વિચારતાં અત્રે શાસ્ત્રીય અને શ્રુતિસંમત કર્મના સિદ્ધાંતને અનુસરીને અત્રે પ્રારબ્ધકર્મના ફળનો નિયમ વિવેચનાર્થે આપણી સમક્ષ મૂકવામાં આવ્યો છે.
જો કોઈ નિશાનબાજે પોતાના લક્ષ્યને ઉદ્દેશીને બાણ છોડયું હોય તો એક વાર લક્ષ્યની દિશામાં હાથમાંથી છૂટેલું બાણ છૂટી ગયા બાદ કોઈ પણ કાળે, કોઈ પણ પુરુષાર્થે, કોઈ પણ કારણસર વચ્ચે રોકી શકાય નહીં અગર બાણને પાછું પણ વાળી શકાય નહીં અને તેનો પુનઃ ઉપયોગ પણ કરી શકાય નહીં. શિકારીના હાથમાંથી છૂટેલું બાણ, કાં તો લક્ષ્યને છોડી પેલે પાર નીકળી જાય અગર લક્ષ્યને વીંધી તદ્રુપ થઈ જાય અગર લક્ષ્યની દિશામાં જ લક્ષ્યને સ્પર્શ કરતા પૂર્વે ગતિનિરોધ દ્વારા અટકી જાય, પણ તે