________________
૭૦૭
સ્વપ્નના આવાગમન, ભોગાદિ વગેરે સૂક્ષ્મ કાલ્પનિક કર્મો, પ્રયત્ન વિના જ નિવૃત્ત થાય છે અને અનાયાસે જ સ્વપ્નગત તમામ કર્મોનો વિલય જણાય છે તેવી જ રીતે અજ્ઞાનની નિદ્રામાં સૂતેલો પોતાના આત્મસ્વરૂપને જાણતો ન હોવાથી કર્તાભાવે અનેક કર્મો કરે છે અને તેથી જ તેવા કર્મોના નહીં ભોગવાયેલાં અનેક જન્મોના ફળ કે પરિણામ તેના નામે જમા થયેલા હોય છે. તેથી સ્પષ્ટ છે કે અજ્ઞાનની નિદ્રામાં અજ્ઞાનીએ પોતાના નામે કરોડો કલ્પોના ભેગા કરેલાં સંચિત કર્મો તેને વારંવાર જન્મ અપાવશે જ અને અજ્ઞાનીએ સંચિત કર્મોમાંથી પરિપક્વ થયેલાં પ્રારબ્ધ કર્મને લઈને વારંવાર જન્મ લેવો જ પડશે. તેથી જો એવી શંકા જાગે કે અજ્ઞાની માટે કે અવિદ્યાની નિદ્રામાં સૂતેલા માટે તો કર્મબંધનથી છૂટવાનો કોઈ રસ્તો જ નથી અને જો તેવું હોય તો શા માટે સાધના, શ્રવણ, સત્સંગ, ચિંતન-મનન, નિષ્કામ કર્મ અગર નિદિધ્યાસન જેવા મોક્ષના સાધનોની સહાય લઈ કોઈ પણ મુક્તિ માટે પ્રયત્ન કરે?
ઉપરોક્ત શંકાના સમાધાન માટે અત્રે આદિ શંકરાચાર્યજીએ ઉત્તર તો સાદો સીધો અને સ્પષ્ટ છતાં શાસ્ત્રસંગત આપેલો છે કે જેને “માં રોતિ વિજ્ઞાન[. . . .સન્વિત વિનય યાતિ” “હું બ્રહ્મ છું એવું જ્ઞાન થાય છે તેના તમામ સંચિત કર્મો વિલય કે નાશ પામે છે.” જેવી રીતે સ્વપ્ન દરમ્યાન અનેક કર્મો સ્વપ્નાવસ્થામાં સ્વપ્નદૃષ્ટાએ કર્યા હોય છતાં જાગૃતિમાં આવતા કંઈ સ્વપ્નના કર્મોનું ફળ જાગ્રત અવસ્થામાં તેને મળતું નથી. દા.ત. સ્વપ્નમાં ચોરીનું કર્મ કોઈએ કર્યું હોય અગર સ્વપ્નમાં મોટામાં મોટું દાન કે પુણ્ય કર્મ કર્યું હોય છતાં જાગૃતિમાં આવતા તેવા કોઈ કર્મનું ફળ ચોરીની સજારૂપે કે પુણ્યકર્મના ફળરૂપે તેને મળતું નથી. તેથી સ્પષ્ટ થાય છે કે સ્વપ્નના કર્મનો જાગૃતિમાં વિલય થાય છે. તેવી જ રીતે અવિદ્યાની નિદ્રામાં અર્થાત્ અજ્ઞાન સમયે જે કોઈ કર્મો થયાં હોય તેનું ફળ, જ્યારે વ્યક્તિને આત્મજ્ઞાન થાય છે અને તેવા જ્ઞાનના બળથી તે નિશ્ચિત પોતાને પરબ્રહ્મ જાણે છે અને પોતે કર્તા હતો તેવી નિદ્રામાંથી તે જાગી જાય છે અને જાગતાં જ પોતાને અકર્તા અભોક્તા તથા કર્મ, ફળ, ભોગ કે ભોક્તાથી અસંગ ઓળખી જાય