________________
૭૦૪
છે, તેથી તે તો તેને ભોગવવું જ પડે. તેમાંથી તે કદી મુક્ત થઈ શકે નહીં. કારણ કે પ્રારબ્ધ કર્મ તો પોતે જ પેદા કરેલા છે, પોતાને નામે સંગ્રહિત છે તેથી તેના સિવાય ન તો અન્ય કોઈ તેના બદલે તે ભોગવી શકે કે ન .તો ભોગવ્યા વિના તેનો નાશ થઈ શકે. તેથી પ્રત્યેક મનુષ્ય સમજી લેવું કે પોતાના કરેલાં કર્મો પોતાને જ અપવાદ વિના ભોગવવાના છે. આમ, જે કર્મોથી કોઈ પણ મનુષ્ય તેને ભોગવ્યા વિના બચી ન શકે તેને જ પ્રારબ્ધ કર્મ કહેવાય છે. માટે જ કહેવાયું છે કે “પ્રારબ્ધજર્મvi મોરવ ક્ષય ફતિ ” [તત્ત્વબોધ] “પ્રારબ્ધ કર્મનો ભોગ ભોગવવાથી જ નાશ થાય
- આ પ્રમાણે કર્મની ગહન ગતિના સંદર્ભમાં આપણે સંચિત, આગામી અને પ્રારબ્ધ કર્મની વિશદ વિચારણા કરી. તેથી અત્રે ઓગણીસ શ્લોક દ્વારા પ્રારબ્ધ અને જ્ઞાનીને પ્રારબ્ધ કર્મ સાથે સંબંધ ક્યાં સુધી અને કેવો છે તેવી ચર્ચામાં ઉતરતા અને તેના તત્ત્વાર્થને સમજવામાં આપણને ખૂબ ઓછી મુશ્કેલી પડશે તેવી શ્રદ્ધા છે.
પ્રસ્તુત શ્લોકમાં જ્ઞાનના પ્રારબ્ધ વિષે એવું કથન કરવામાં આવ્યું છે કે નિદિધ્યાસનમાં નિમગ્ન અર્થાત્ આત્મચિંતનમાં ડૂબેલા પુરુષને બાહ્ય જગતના વિષયોમાં પ્રવૃત્ત થતો જ્યારે જોવામાં આવે છે ત્યારે તેની તેવી પ્રવૃત્તિ, પ્રારબ્ધ કર્મના લીધે છે તેવું અનુમાન કૃતિ દ્વારા, તે પુરુષના ફળભોગરૂપી વર્તનને જોઈ કરવામાં આવે છે.
સામાન્ય રીતે જે આત્મચિંતનમાં કે નિદિધ્યાસનમાં મગ્ન હોય તેને આત્મચિંતન સિવાયની બાહ્યપ્રવૃત્તિમાં રસ ન હોવો જોઈએ, તેવું માનવામાં આવે છે. છતાં જ્ઞાની કે મુક્તપુરુષોને પણ જ્યારે સંસારમાં સામાન્ય લોકોની જેમ હરતા-ફરતા કે દશ્યો જોતા, ખાતા-પીતા કે સામાન્ય વ્યક્તિ જેમ ઊંધતા કે કાર્ય કરતા જોવામાં આવે છે ત્યારે અજ્ઞાનીને શંકા થાય છે કે જો જ્ઞાનીઓ આત્મચિંતનમાં મગ્ન હોય તો બાહ્યપ્રવૃત્તિમાં રસ કેમ દાખવે છે અને જો