________________
૭૦૦
સંચિત કર્મ :
કર્મના નિયમ અનુસાર જે કોઈ કર્મ આપણે કરીએ તેનું ફળ કે પરિણામ અવશ્ય આપણને મળે છે. પરંતુ આપણે કરેલાં કર્મોનું ફળ કેવું આપવું અને ક્યારે આપવું, તેમાં મનુષ્યની સ્વતંત્રતા નથી. પરંતુ કર્મ કરવામાં નિર્વિવાદ રીતે મનુષ્ય સ્વતંત્ર છે. તાત્પર્યમાં કર્મ કરવામાં માનવી સ્વતંત્ર છે. પરંતુ તેનું પરિણામ કે ફળ પ્રાપ્ત કરવામાં તે પરતંત્ર છે. અર્થાત્ કોને, કેવું, ક્યારે, કેટલું ફળ આપવું તે સૌ સૃષ્ટિના કારણ જેવા ઈશ્વર પોતે જ નક્કી કરે છે. અર્થાત્ જગતકર્તા કહો, સૃષ્ટિનિયંતા કહો, વિશ્વનું કારણ કહો, GOD, LORD કે CREATOR, ગમે તે નામે તેને સંબોધો, પરંતુ એક વાત નિશ્ચિત છે કે દરેકના પોતાના કર્મના અનુસંધાનમાં કરેલાં કર્મના પ્રમાણ કે માપ મુજબ જ ફળ મળે છે અને તેવું ફળ આપવાની અબાધિત સત્તા માત્ર ઈશ્વર પાસે જ છે. માટે જ ઉપદેશ અપાયો છે કે “ વેવાધારસ્તે મા જીવન ” [ભ.ગીતા.અ-૨/૪૭]
“કર્મ કરવામાં જ તારો સ્વતંત્ર અધિકાર છે પરંતુ કર્મફળની પ્રાપ્તિમાં કદાપિ તું સ્વતંત્ર નથી.” અર્થાત્ કર્મફળ પરમાત્માને આધીન છે, તેથી ફળ બાબત તું પરતંત્ર છે. માટે સારા કે નરસા ફળની અપેક્ષા છોડી આપણે સૌએ કર્મમાં જ આપણો અધિકાર સમજી કર્મ કરવું જોઈએ. આ તો થઈ વાત આદર્શ કે સિદ્ધાંતની પરંતુ જયારે મનુષ્ય કર્મ કરે છે ત્યારે તે કંઈ કર્મફળની અપેક્ષાનો ત્યાગ કરીને કર્મ કરતો નથી અને કર્મના સિદ્ધાંતને મોટે ભાગે અનુસરતો પણ નથી તથા જાણતો પણ નથી અને છતાં રાત-દિવસ કર્મ તો કર્યા જ કરે છે. આમાંના કેટલાંય કર્મોનું ફળ તેને ટૂંક સમયમાં મળી જાય છે પરંતુ કેટલાક કર્મોનું ફળ લાંબા સમયે અર્થાત્ પંદર કે વીસ વર્ષે પણ મળે છે. જ્યારે કોઈ કોઈ કર્મ એવા હોય છે કે જેનું ફળ મૃત્યુને આધીન થાય છતાં મળતું નથી. તો સ્વાભાવિક શંકા જાગે કે કર્મના અપવાદરહિત નિયમનું થયું છે શું? કારણ કે કર્મનું ફળ તો લાંબે કે ટૂંક ગાળે અવશ્ય મળવું જ જોઈએ અને કર્મ કરનારું શરીર જો નષ્ટ થાય તો તો કર્મ અને ફળની અતૂટ, અખંડ શૃંખલા તૂટી જાય અને પરિણામ અધુરું રહે તો કર્મના