________________
૬૮૦
ય: ગાર્તિ પિ = જે જાગતો છે પણ નાતુ-ઘર્મવર્જિતઃ = જાગ્રત અવસ્થાના ધર્મોથી રહિત હોય છે, यस्य
= જેનું વોઃ
= જ્ઞાન निर्वासनः = વાસના વગરનું હોય છે,
= તેને जीवन्मुक्तः = જીવન્મુક્ત इष्यते = કહેવાય છે.
જેની બુદ્ધિ પરબ્રહ્મમાં લીન થઈ ગઈ હોય અને જે જાગતો હોવા છતાં જાગ્રત અવસ્થાના ધર્મોથી રહિત હોય છે તે જીવન્મુક્ત છે. એવા લક્ષણનો તત્ત્વાર્થ જાણવા વિચારવું કે જીવન્મુક્ત પુરુષ સદા જાગે છે છતાં જાગ્રત અવસ્થામાં સામાન્ય અજ્ઞાની વ્યક્તિને ઇન્દ્રિયોના વિષયમાં જે આસક્તિ ઉપજે છે તેવી આસક્તિ ઉત્પન્ન થવી તે જાગ્રત અવસ્થાનો ધર્મ છે. તદુપરાંત દશ્યપ્રપંચમાં બંધાયેલા સૌ અજ્ઞાનીઓ પોતાની દેહાદિ ઉપાધિ સાથે તાદાભ્ય કરીને જ કર્મો કરે છે અને કર્મના સુખ-દુ:ખરૂપી ફળ ભોગવી પોતાને કર્તા કે ભોક્તા માને છે. આમ, મોટાભાગના લોકો વિષયાસક્તિમાં, દેહાદિના તાદાભ્યમાં, કર્તા અને ભોક્તાભાવના ધર્મોથી બંધાઈને જાગ્રત અવસ્થામાં જાગે છે. જ્યારે જીવન્મુક્ત પુરુષ જાગ્રત અવસ્થામાં જાગતો હોવા છતાં દેહાદિના તાદાભ્યમાં, વિષયોની આસક્તિમાં કે કર્તા-ભોક્તાભાવના ધર્મોમાં બંધાતો નથી કે ન તો તેવા બંધનથી સુખ-દુઃખનો અનુભવ કરે છે. માટે જ કહેવાયું છે કે જીવન્મુક્ત જાગે છે છતાં જાગ્રત અવસ્થાના ધર્મથી વંચિત હોય છે. “નાર્તિ યો ગાર્નિવર્ણિતઃ | ”
જીવન્મુક્તની સ્તુતિ અર્થે તેનું અન્ય લક્ષણ દર્શાવતાં અત્રે જણાવ્યું છે કે “વોથો નિર્વાસનો યસ્ય” “ જેનું જ્ઞાન વાસનામુક્ત હોય” તેને જીવન્મુક્ત કહેવાય છે. અર્થાત્ પોતાના દયમાં જેણે જ્ઞાનાગ્નિ પ્રગટાવી &યગ્રંથિને બાળી મૂકી છે તેનામાં વાસના હોવાની સંભાવના હોતી નથી.