________________
શરીરની હયાતિ હોવા છતાં શ૨ી૨ ઉપર અહંભાવ કે મમભાવ ન હોવો અને શરી૨ને પોતાના પડછાયાની જેમ અનુસરતું જાણવું તે જીવન્મુક્તનું લક્ષણ છે.
જેમ દેહનો પડછાયો મૂંગે મોઢે પ્રતિક્રિયા વિના દેહને અનુસરે છે, દેહ ઊભો રહેતા છાયા સ્થગિત થાય છે અને દેહનું ચલન થવાથી તેની ક્રિયા જોવા મળે છે. દેહ કદી છાયાને અનુસરતો નથી અને છાયાથી લેશમાત્ર પ્રભાવિત થતો નથી. રસ્તે ચાલતાં એવું બની શકે કે પડછાયો ગટરમાં, કાદવમાં, કીચડમાં પડતો દેખાય છતાં શરીરને ગંદકીના કોઈ ડાઘ હોતા નથી. તે જ પ્રમાણે જીવન્મુક્ત શરીરને પોતાનો પડછાયો ગણે છે. માટે જ શરીરના કાર્યથી ન તો ક્રિયાશીલ થાય છે, શ૨ી૨ના દર્દથી ન તો દુઃખી થાય છે, દેહના અલંકારોથી ન તો અલંકૃત થાય છે કે દેહની નગ્નાવસ્થામાં ન તો જીવન્મુક્ત દિગંબર બને છે. તદુપરાંત દેહને રંગ, રાગ, ભોગ કે વિલાસના કીચડમાં પડતા જુએ છે છતાં પણ દેહની તેવી ભોગક્રિયાથી જીવન્મુક્તની આત્મદશાનો ભંગ થતો નથી કે તેની વિલાસી વર્તણૂકનો કીચડ પણ તેને ચોંટતો નથી. કારણ કે તે સ્પષ્ટ માને છે કે ન તો હું દેહ છું કે દેહ મારો છે. તેથી દેહ આજે જ પતન પામે કે વર્ષો સુધી જીવતો રહે, તેમાં મારે નિઃસંદેહ લેવા દેવા નથી. આવી શરીર સાથેની નિઃસ્પૃહ ભાવના જ જીવન્મુક્તનું અનોખું, આગવું, અપ્રતીમ લક્ષણ છે.
(છંદ-અનુષ્ટુપ)
अतीताननुसंधानं भविष्यदविचारणम् ।
औदासीन्यमपि प्राप्ते जीवन्मुक्तस्य लक्षणम् ॥४३३॥
अतीत-अननुसंधानम् भविष्यत् अविचारणम् • प्राप्ते अपि औदासीन्यम् जीवन्मुक्तस्य लक्षणम्
=
=
૬૮૩
=
=
=
ભૂતકાળનું સ્મરણ ન કરવું
ભવિષ્યનો વિચાર ન કરવો
વર્તમાન (પ્રાપ્તિ) પ્રત્યે ઉદાસીનતા
જીવન્મુક્તનું
લક્ષણ છે.