________________
૬૮૫
स्वभावेन विलक्षणे = સ્વભાવથી વિલક્ષણ गुणदोषविशिष्टे = (અને) ગુણદોષ સભર (હોવા છતાં) अस्मिन्
= આ(સંસાર)માં सर्वत्र
= સર્વત્ર (સૌ ઉપર) समदर्शित्वम्
= સમાન દષ્ટિ રાખવી નીવન્મસ્ય નક્ષણમ્ = એ જીવન્મુક્તનું લક્ષણ છે.
આ સંસારમાં ભૂત માત્ર સ્વભાવથી વિલક્ષણ અને સત્ત્વ, રજસ, તમસ જેવા ગુણદોષસભર હોવાથી અન્યોન્યથી જુદાં જુદાં હોવા છતાં તે સૌ ઉપર સમત્વદષ્ટિ રાખવી એ જીવન્મુક્તનું અનુપમ લક્ષણ છે. - જીવન્મુક્ત પુરુષ સર્વાત્મદર્શી હોય છે, તેથી તે કોઈના દેહાદિ ધર્મો ઉપર ધ્યાન આપતો નથી અને માટે જ જાતિ, મૂળ, ગોત્ર, નામ-રૂપ આદિ વ્યક્તિગત ભિન્નતાઓ તરફ તે ઉદાસીન કે ઉપેક્ષાવૃત્તિવાળો હોય છે. તેથી સંસારના જીવોમાં તેને ન તો ઈષ્ટ-અનિષ્ટનો ભાવ હોય છે, ન તો બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર કે વૈશ્ય જેવા ઊંચ-નીચના ભેદ હોય છે અને તે જ ન્યાયે તે સ્ત્રી-પુરુષના તફાવતો તરફ પણ આંખ આડા કાન કરે છે. અર્થાત્ સંસારની વિભિન્નતાઓ કે વૈવિધ્યને જોવા છતાં તે તરફ અંધ બને છે કારણ કે અનેકતા, ભેદ, જુદાઈ અને દૈત જ દુઃખનું કારણ છે તેવું સમજી દૈતદષ્ટિનો અને દશ્યપ્રપંચનો તે પોતાની સમત્વદષ્ટિમાં લય કરે છે. આમ, વૈવિધ્યમાં એકત્વનું દર્શન કરવાની અને સંસારની વિચિત્રતાઓ અને વિષમતાઓમાં સમાનદષ્ટિ રાખવાની અનોખી કળા જીવન્મુક્તને હસ્તગત છે. પરંતુ તેથી કંઈ એકત્વમાં વૈવિધ્યનું દર્શન કરવાની કળા તે ખોઈ બેઠો નથી, કારણ કે સમગ્ર દેશ્યપ્રપંચનું, અસંખ્ય વિચિત્રતાઓનું, અસીમ વિષમતાઓનું અધિષ્ઠાન તો એકમાત્ર પરબ્રહ્મ છે અને તે પરબ્રહ્મ હું પોતે જ છું એવા નિર્વિવાદ સત્ય. સાથે સાક્ષાત્કાર કરનારો જીવન્મુક્ત ઐક્યમાં વૈવિધ્યનું દર્શન પણ કરી શકે છે. આવી, સર્વમાં સર્વકાળે સર્વત્ર સમત્વદષ્ટિ જ જીવન્મુક્તનું અલૌકિક આભૂષણ છે.