________________
૬૮૮
દેહ, ઇન્દ્રિયો અને કર્તવ્યકર્મમાં મમભાવ અને અહંકારથી મુક્ત થવું અને અહંકાર તથા મમત્વ પ્રત્યે ઉદાસીનભાવે રહેવું એ જીવન્મુક્તનું લક્ષણ છે. દેહ, ઇન્દ્રિય, કર્મ અને તેના ફળમાં તથા શરીર પ્રત્યેની પોતાની ફરજમાં તાદાભ્ય ન કરવું અને દેહાદિ દ્વારા થતાં કર્મમાં, તે દ્વારા ઉત્પન્ન થયેલાં ફળમાં પણ મમત્વનો ત્યાગ કરવો તથા અંતે હું મમત્વનો ત્યાગી છું', તેવા અહંકારને પણ ત્યજવો તે જ જીવન્મુક્તનું સૌ કોઈને આકર્ષે તેવું લક્ષણ છે.
(છંદ-અનુષ્ટ્રપ) विज्ञात आत्मनो यस्य ब्रह्मभावः श्रुतेर्बलात् ।
भवबन्धविनिर्मुक्तः स जीवन्मुक्तलक्षणः ॥४३८॥ यस्य
= જેને
= શ્રુતિજન્ય જ્ઞાનના બળે आत्मनः = સ્વયંનો હિમાવઃ વિજ્ઞાતઃ = બ્રહ્મભાવ જણાયો છે ભવનવિનિ: = (અને) જે સંસારરૂપ બંધનમાંથી છૂટી ગયો છે. - સ: નીવનુpક્ષા: = તે વાસ્તવમાં) જીવન્મુક્તના લક્ષણવાળો છે.
જેને શ્રુતિજન્ય જ્ઞાનના બળે સ્વયંનો બ્રહ્મભાવ જણાયો છે અને જે સંસારબંધનથી છૂટી ગયો છે, તે જ વાસ્તવમાં જીવન્મુક્તના લક્ષણવાળો છે. '
પોતાને બ્રહ્મસ્વરૂપે જાણી જે સ્વયં બ્રહ્મીભૂત થઈ ચૂક્યો છે, તેને પોતાની બ્રાહ્મી દષ્ટિમાં કેવો સંસાર અને કેવું બંધન? જેને પોતાના બ્રહ્મભાવમાં ઠંદ્ર દશ્ય નથી, તેને કોણ બદ્ધ કે કોણ મુક્ત? પોતાની બ્રાહ્મીસ્થિતિમાં દેશ-કાળ અને વસ્તુનો પરિચ્છેદ, મર્યાદા કે સીમા નથી તો કેવું બંધન દેશ, કાળ કે વસ્તુગત ભેદનું? આમ, સર્વે પ્રકારના બંધનોથી જીવતાં જ છૂટેલો હોવાને લીધે તેવો પુરુષ જીવન્મુક્ત કહેવાય છે.