________________
૬૯૬
કોઈને બાંધવાનું કે બંધનમાં નાંખવાનું સામર્થ્ય નથી. તેવી જ રીતે જ્ઞાનીએ વાસનાને આત્મજ્ઞાનમાં બાળી મૂકેલી હોવાથી તેવી વાસનાને બાધિત વાસના કહેવાય છે, જે રૂપરંગે તો વાસના જ લાગે પરંતુ જ્ઞાનીને બંધનમાં નાખવાનું ન તેની પાસે સામર્થ્ય છે કે ન તો જ્ઞાનીને તે કર્મના મહાસાગરમાં ડુબાડી શકે તેમ છે.
| (છંદ-અનુષ્ટ્રપ) अत्यन्तकामुकस्यापि वृत्तिः कुण्ठति मातरि ।
तथैव ब्रह्मणि ज्ञाते पूर्णानन्दे मनीषिणः ॥४४५॥ અત્યક્તામુચ = અત્યંત કામાસક્ત પુરુષની વૃત્તિઃ માતર = કામવૃત્તિ (પોતાની) માતામાં कुण्ठति
= (વિષયભોગ માટેની ભોગેચ્છા) કુંઠિત
થઈ જાય છે. તથા ઇવ પૂર્વે = તેવી રીતે પૂર્ણ આનંદસ્વરૂપ ब्रह्मणि ज्ञाते = બ્રહ્મનું જ્ઞાન થતાં मनीषिणः = જ્ઞાનીની (વૃત્તિ સંસારથી અટકે છે.)
અત્યંત કામાસક્ત પુરુષની કામવૃત્તિ પણ પોતાની માતાના સંદર્ભમાં નિરુદ્ધ થાય છે અગર નિષ્ક્રિય કે કુંઠિત થાય છે. તેવી જ રીતે પૂર્ણ આનંદસ્વરૂપ બ્રહ્મનું જ્ઞાન થતાં બુદ્ધિમાન જ્ઞાનીની વૃત્તિ પણ સંસારભોગથી નિરુદ્ધ થઈ, નિષ્ક્રિય બની કુંઠિત થઈ જાય છે.
બ્રહ્માનંદમાં નિમગ્ન જ્ઞાનીની સંસારના ક્ષણભંગુર સુખમાં પ્રવૃત્તિ થઈ શકે નહીં કારણ કે જેણે સુખના સાગરનું પૂર્ણતઃ પાન કર્યું હોય તે મૃગજળવત મિથ્યા સુખની પ્રાપ્તિ માટે શા માટે વલખાં મારે? જે પોતે પોતા દ્વારા પોતાનામાં જ વાસના ત્યાગીને સંતુષ્ટ થયો હોય તે કયા હેતુથી સાંસારિક ભોગ માટે ભટકે કે વિષયકામ માટે વણથંભી દોટમાં પ્રવેશ કરે? જ્ઞાનીને પૂર્ણાનંદનો અનુભવ થયો હોવાથી નથી તેનામાં ઊણપ કે અપૂર્ણતાનો