________________
૬૮૧
દ્ભયગ્રંથિ એટલે જ અવિદ્યા, કામ અને કર્મની ત્રિપુટી. આવી ત્રિપુટીના અભાવમાં જીવન્મુક્તને ન હોય વાસના કે વાસનાના સ્થળ કે ઘન સ્વરૂપ જેવું કર્મ. તે જ ન્યાયે જે વાસનાથી છૂટયો છે તે સંસારથી અને પુનર્જન્મથી પણ છૂટેલો હોય છે. માટે જ તેને જીવન્મુક્ત કહી અત્રે તેની સ્તુતિ કરવામાં આવી
(છંદ-અનુષ્ટ્રપ) शान्तसंसारकलनः कलावानपि निष्कलः ।
यः सचित्तोऽपि निश्चिन्तः स जीवन्मुक्त इष्यते ॥४३॥ યઃ શાન્ત સંસારનઃ = જેની સંસારવાસના શમી ગઈ હોય,
નાવાનું ગપિ નિષ્ઠાઃ = કલાવાન હોવા છતાં નિષ્કલ છે. સવિત્તઃ જિ. નિશ્ચન્તઃ = ચિત્તવાળો હોવા છતાં નિશ્ચિત છે, સઃ નીવન્મુ: રૂBતે = એ જીવન્મુક્ત કહેવાય છે.
જીવન્મુક્તની સ્તુતિ અને લક્ષણ સંદર્ભે શ્લોકની પ્રથમ પંક્તિમાં દર્શાવ્યું છે કે જેની સંસારવાસના શમી ગઈ હોય તથા જે “ત્તાવાન પિ નિષદનઃ “જે કળાવાળો હોવા છતાં નિષ્કલ છે.” તે જીવન્મુક્ત છે. અર્થાત અત્રે કળાવાન અને નિષ્કલ જેવો વિરોધાભાસ વ્યક્ત કરી દર્શાવ્યું છે કે જીવન્મુક્ત સામાન્ય સંસારી જેમ જીવનવ્યવહારમાં હોવા છતાં વ્યાવહારિક સત્યમાં જીવતો નથી, વિકારી જેવો કળાવાન દેખાતો હોવા છતાં નિષ્કલ અર્થાત્ ઇન્દ્રિયોની પ્રવૃત્તિથી અસંગ એવો અર્થ લેતાં, જીવન્મુક્ત ઇન્દ્રિયોની પ્રવૃત્તિવાળો દેખાતો હોવા છતાં ઇન્દ્રિયોની પ્રવૃત્તિથી અસંગ છે. દા.ત. તે આંખથી જોતો, કાનથી સાંભળતો, ત્વચાથી સ્પર્શ કરતો, રસનાથી સ્વાદ લેતો હોય છતાં ઇન્દ્રિયોના વિષયોમાં નથી તો આસક્ત થતો કે નથી વિષયબંધનમાં બદ્ધ થતો. માટે જ ઇન્દ્રિયોની પ્રવૃત્તિવાળો કળાવાન હોવા છતાં તેવી પ્રવૃત્તિઓથી અસંગ અને નિષ્ઠલ કહેવાયો છે. તદુપરાંત “ નાવાનું માપ નિત્તઃ 'નો શાસ્ત્રીય અર્થ લેતાં એવું પણ વિચારવું પડે કે જે પ્રાણ, શ્રદ્ધા આદિ ષોડશકળાથી સંપન્ન છે તે કળાવાન છે અને તેથી અસંગ છે, નિષ્કલ છે.