________________
૩૦૬
એવો અર્થ પૂર્વેના શ્લોકમાં ઘટાવ્યા બાદ, હવે સમજાવવામાં આવે છે કે જેવી રીતે આંખે ઘડો દેશ્ય છે અને ઘટદ્રષ્ટા ઘડાથી ભિન્ન, ન્યારો અને જુદો છે; દ્રષ્ટા અને દશ્ય વચ્ચે કદી ઐક્ય કે અભેદ હોઈ શકે નહીં; બન્ને વચ્ચે દેશ અને કાળમાં ભૌતિક અંતર હોય છે, માટે જ એક દશ્ય, અન્ય દ્રષ્ટા છે; એક શેય, બીજો જ્ઞાતા છે; તે જ પ્રમાણે જો સ્થૂળદેહ ઘટવત આપણને દશ્ય હોય તો સ્પષ્ટ છે કે દેહનો દ્રષ્ટા આત્મા, તેનાથી અન્ય જુદો અને ન્યારો જ હોવો જોઈએ. તદુપરાંત જેમ ઘડાને જન્મ અને મૃત્યુ છે તેમ દેહને પણ જન્મ અને મૃત્યુ છે, જ્યારે આત્મા તો અજન્મા અને અવિનાશી છે, તેથી પણ દેહ આત્મા હોઈ શકે નહીં. આવી વિચારણામાં સમજાય છે કે દેહ, જન્મપૂર્વે નહોતો અને મૃત્યુ પછી રહેવાનો નથી. આમ, દેહનો અભાવ સર્જાય છે, જ્યારે આત્માનો કોઈ પણ કાળે અભાવ હોતો નથી. અર્થાત્ તે તો ત્રણે કાળે અસ્તિત્વમાં હોય છે જ. આમ હોવાથી, નિત્ય રહેનારો અને ત્રણે કાળના સાક્ષી જેવો અભાવમુક્ત આત્મા, દેહ કઈ રીતે હોઈ શકે? શરીર તો જન્મ અને મૃત્યુની વચ્ચે માત્ર વર્તમાનકાળમાં જ જીવે છે, માટે તેને સમયનું બંધન છે અને સાકાર હોવાથી તે એક સ્થળે જન્મી અન્ય સ્થળે મૃત્યુ પામે છે, તેથી દેહને દેશનું પણ બંધન છે. જ્યારે આત્મા તો દેશ-કાળના બંધનથી મુક્ત છે. આમ હોવાથી, શાશ્વત આત્મા કદાપિ ક્ષણજીવી દેહ હોઈ શકે નહીં. દેહમાં પડ઼વિકાર છે, પરિવર્તન છે, શૈશવ, બાલ્ય, યુવાન, પ્રૌઢ, વૃદ્ધાવસ્થા અને પુનર્જન્મ જેવી પરિવર્તનની અવસ્થાઓ છે. , નાતે, વર્ધત, વિપરિણમત્તે, અપક્ષીયતે અને વિનશ્યતિ જેવા વિકારો છે. જ્યારે આત્મા તો અપરિવર્તનશીલ, અવિકારી અને ઉપરોક્ત વિકારોનો જ્ઞાતા છે, તેથી તે શેય દેહ કોઈ પણ સંજોગોમાં થઈ શકે નહીં. આવા વિવેકરૂપી શસ્ત્ર દ્વારા અને સ્મૃતિ-શ્રુતિ જેવા શાસ્ત્રની કૃપા દ્વારા જ મુમુક્ષુએ દેહના બંધનથી છૂટવા સમર્થ બનવું જોઈએ.