________________
शाम्यति
= શાન્ત થઈ જાય છે.
પૂર્વના બે શ્લોક દ્વા૨ા કહેવાયેલા અર્થનો ઉપસંહાર કરતાં આ શ્લોકમાં જણાવાય છે કે વિદ્વાને પ્રથમ તો સત અને અસતનો વિવેક કરવો, સવત્તવૃત્તિમખ્ય અર્થાત્ સત અને અસત બન્નેને જુદા જુદા જાણી લેવા. અહંકારથી માંડી દેહપર્યંતના સર્વ દૃશ્ય કે જ્ઞેયપદાર્થો અસત છે અને તે સૌનો સાક્ષી ચૈતન્યસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ આત્મા સત છે, તેવો નિશ્ચય કરી વિદ્વાને પોતાની જ્ઞાનમયી દૃષ્ટિ વડે કે શુદ્ધ–સૂક્ષ્મ બુદ્ધિ વડે કે સત અને અસતનો ભેદ પા૨ખનારી વિવેકીબુદ્ધિ વડે તત્ત્વનો નિશ્ચય કરવો. નિશ્વિત્ય તત્ત્વ નિખનોવૃયા ।
હવે તત્ત્વનો નિશ્ચય કેવા પ્રકા૨નો ક૨વો તે જણાવતાં કહે છે કે, સ્વં બાત્માનં ગવન્ડનોર્થ જ્ઞાત્વા । પોતાના આત્માને અર્થાત્ પોતાને અખંડ જ્ઞાનસ્વરૂપે જાણવો. ‘પોતાને દેહ-બુદ્ધિ આદિથી વિલક્ષણ જ્ઞાનસ્વરૂપે, આનંદસ્વરૂપે જાણવું’, તે બ્રહ્મતત્ત્વનો નિશ્ચય છે. આવા ઉત્તમ નિશ્ચયની ફળશ્રુતિ જણાવતાં આચાર્યશ્રી કહે છે કે ‘હું બ્રહ્મ છું’, એવો નિશ્ચય કરનાર માયાના કાર્યરૂપ સંસારથી મુક્ત થાય છે અને અનાયાસે જ, આપમેળે જ શાન્ત થઈ જાય છે. તાત્પર્ય કે ‘હું બ્રહ્મ છું’, તેવા નિશ્ચયમાં સ્થિત વિદ્વાન, અન્ય કંઈ પણ સાધન કે સાધનાની અપેક્ષા રાખ્યા વિના, કેવળ તત્ત્વનિશ્ચયથી શાંત થઈ જાય છે, શાંતસ્વરૂપ પરબ્રહ્મને પ્રાપ્ત થઈ જાય છે.
यदा अविकल्पेन समाधिना अद्वैतात्मदर्शनम्
तदा
(છંદ-અનુષ્ટુપ)
अज्ञानहृदयग्रन्थेः निःशेषविलयस्तदा । समाधिनाऽविकल्पेन यदाऽद्वैतात्मदर्शनम् ॥३५४॥
अज्ञानहृदयग्रन्थेः
=
=
=
૫૭૮
=
જ્યારે
નિર્વિકલ્પ સમાધિથી
અદ્વૈત આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર (થાય છે)
ત્યારે
અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી હૃદયગ્રંથિનો
=