________________
૬૧૯ વિદ્ગશૂન્ય તૈલધારાવત ચિંતન કહેલું છે. આવું ચિંતન કરતાં કરતાં પોતાના આત્મસ્વરૂપને સ્પષ્ટ રીતે જાણવું જોઈએ.
- (છંદ-અનુષ્ટ્રપ) अत्रात्मत्वं दृढीकुर्वन् अहमादिषु सन्त्यजन् ।
उदासीनतया तेषु तिष्ठेत् घटपटादिवत् ॥३८३॥ अत्र
= અહીં (પરબ્રહ્મમાં) માત્મવં દૃઢીચુર્વક્ = આત્મપણું દઢ કરવું અને) મર્દ ગાવેષ સન્યાનું = અહંકાર વગેરેમાં (અહંબુદ્ધિ) છોડવી. तेषु
= (ત્યારબાદ) તે (અહંકાર વગેરેમાં) घटपटादिवत् = ઘટ, વસ્ત્ર વગેરેની જેમ उदासीनतया = ઉદાસીનભાવે (ઉપેક્ષાવૃત્તિથી) तिष्ठेत्
= રહેવું. - ધ્યાનની પ્રક્રિયાને અંતે ઉપેક્ષા દષ્ટિ કે ઉદાસીનભાવનો સંકેત આપતાં સમજાવવામાં આવે છે કે અહંકાર, ઇન્દ્રિયો, શરીર વગેરેમાં અહમભાવને લીધે જ કે અજ્ઞાન દ્વારા જે ખોટું તાદાભ્ય થયું છે અને હું અહંકારાદિ છું એવી અહંકારાદિમાં અવિવેકીની જે દેહાત્મબુદ્ધિ દઢ થઈ છે તેવી અહમ બદ્ધિનો ત્યાગ કરી સમજવું કે જેવી રીતે ઘડો અને વસ્ત્ર તેના દાથી ભિન્ન કે જુદા છે તેવી જ રીતે અહંકાર, ઇન્દ્રિયો , શરીરાદિ દશ્ય છે અને આત્મા તેનો સાક્ષી હોવાથી કે દષ્ટા હોવાથી તેથી ભિન્ન છે. એટલું જ નહીં, પરંતુ ઘટ-પટાદિ જેમ જે કંઈ દશ્ય છે તે સાકાર, જડ અને નાશવંત છે, જયારે તેનો દષ્ટા ચૈતન્યમય અને અવિનાશી છે. તેમ અહંકારાદિનો દેણ, સાક્ષી આત્મા હોવાથી તે અવિનાશી અને સચ્ચિદાનંદ સ્વરૂપ છે. માટે તેવા સચ્ચિદાનંદ આત્મામાં જ આત્મબુદ્ધિ સ્થિર કરવી જોઈએ અને આત્મા સિવાયના અહંકારાદિ જે કોઈ દશ્ય પદાર્થો કે દશ્ય પ્રપંચ છે, તે તરફ આસક્ત ન થતાં ઉદાસીનભાવ કેળવવો અગર તે સૌની ઉપેક્ષા કરવી અને આત્મસ્વરૂપમાં