________________
૬૬૨
દેહ પ્રત્યે ઉદાસીન વૃત્તિ રાખે છે અગર દેહ તરફ ઉપેક્ષા સેવે છે. કારણ કે ન તો દેહ ભૂતકાળમાં તેનો હતો, ન વર્તમાનમાં છે, તો ભવિષ્યમાં કેવી રીતે તેનો થઈ શકે? તેવા જીવનનિષ્કર્ષમાં, બ્રહ્માનંદમાં રમણ કરનારો તત્ત્વવેત્તા દેહની આધિ, વ્યાધિ અને ઉપાધિથી મુક્ત થઈ જાય છે.
(છંદ-અનુષ્ટ્રપ) अखण्डानन्दमात्मानं विज्ञाय स्वस्वरूपतः । किमिच्छन् कस्य वा हेतोः देहं पुष्णाति तत्त्ववित् ॥४१८॥
માનન્દમ્ = અખંડ આનન્દસ્વરૂપ आत्मानम् = આત્માને સ્વસ્વરૂપતઃ = પોતાના સ્વસ્વરૂપે વિજ્ઞાય = જાણી લીધા પછી તત્ત્વવિદ્ = તત્ત્વજ્ઞાની વિ રૂછન્ = કઈ ઇચ્છાથી
ચ દેતોઃ વી = અથવા કયા કારણથી વેદં પુષ્પતિ = શરીરનું પોષણ કરે?
આત્મજ્ઞાની શરીર તરફ ઉપેક્ષાવૃત્તિ કે ઉદાસીન ભાવવાળો હોય છે. તે જ વિચારને દઢ કરતાં પુનઃ જણાવે છે કે અખંડ આનંદસ્વરૂપ આત્માને જે તત્ત્વજ્ઞાનીએ પોતાના મૂળ સ્વરૂપે જાણી લીધો હોય, તે કઈ ઇચ્છાથી કે કયા કારણથી શરીરનું પોષણ કરે? "
તત્ત્વજ્ઞાની પોતાને અસંગ આત્મા તરીકે જાણતો હોવાથી તેને શરીર સાથે જો સંબંધ નથી, તો શરીરની ચિંતા કેવી? જો શરીરમાં તેને હું શરીર છું , તેવો અહંભાવ નથી તથા “શરીર મારું છે' તેવો મમભાવ પણ નથી અર્થાત્ શરીરના અહંકાર અને મમત્વથી છૂટેલાને શરીરના પોષણની જવાબદારી કયાં? દેહની આધિ અને વ્યાધિની ચિંતા કેવી? શરીરના અપૂર્ણ પોષણથી ભય કેવો? કારણ કે તત્ત્વજ્ઞાનીને તો દઢ નિશ્ચય છે કે “પ્રારબ્ધ