________________
૬૬૭
અલૌકિક આનંદ જણાય છે તથા તેવી જ્ઞાનજન્ય ઉપરતિમાંથી જ સ્વાનંદાનુભૂતિજન્ય શાશ્વત શાંતિરૂપી પુષ્પ ખીલી ઊઠે છે.
| (છંદ-અનુષ્ટ્રપ) यद्युत्तरोत्तराभावः पूर्वपूर्वं तु निष्फलम् ।
निवृत्तिः परमा तृप्तिरानन्दोऽनुपमः स्वतः ॥४२१॥ यदि
= જો उत्तरोत्तर-अभावः
= (પૂર્વોક્તિ પ્રમાણે ) જો પછી,
પછીનું ન હોય તો पूर्व-पूर्वं तु निष्फलम् = પૂર્વ પૂર્વનું નિષ્ફળ છે. निवृत्तिः
= (વિષયોમાંથી) નિવૃત્તિ એ જ परमा तृप्तिः
= પરમ તૃપ્તિ, (અને) स्वतः अनुपमः आनन्दः = એ જ અનાયાસે પ્રાપ્ત અનુપમ
આનન્દ છે.. પૂર્વશ્લોકમાં જણાવ્યા પ્રમાણે અર્થાત્ વૈરાગ્ય પછી જ્ઞાન, જ્ઞાન પછી ઉપરતિ અને ઉપરતિ પછી આત્માનંદની શાન્તિ, એમ એક પછી એક ફળ જો ન હોય તો, પૂર્વપૂર્વનું નિષ્ફળ થાય છે, અર્થાત્ આત્મશાંતિ વિના ઉપરતિ, ઉપરતિ વિના જ્ઞાન અને જ્ઞાન વિનાનો વૈરાગ્ય નિષ્ફળ છે. તેથી તત્ત્વાર્થે એટલું જ ગ્રહણ કરવું કે વિષયોથી નિવૃત્ત થવું કે વિષયભોગમાં ઉપરતિ રાખવી, એ જ પરમ તૃપ્તિ કે સંતુષ્ટિની પરાકાષ્ઠા છે. આવી સંતૃપ્તિની પરાકાષ્ઠા જ પોતાના સ્વરૂપનો સ્વતઃ અનુભવાયેલો અનુપમ આનંદ છે.
| (છંદ-અનુષ્ટ્રપ) दृष्टदुःखेष्वनुढेमो विद्यायाः प्रस्तुतं फलम् । यत्कृतं भ्रान्तिवेलायां नाना कर्म जुगुप्सितम्
पश्चान्नरो विवेकेन तत्कथं कर्तुमर्हति ॥४२२॥ દૃષ્ટતુવેષ મનુનઃ = આવી પડેલાં દુઃખોમાં ઉગ ન થવો