________________
૬પ૧
વાણીનું સામર્થ્ય હોતું નથી. તેથી ઘણી વાર બ્રહ્મના નિર્દેશ માટે અનેક વિશેષણો વાપરવા છતાં નિર્દેશક કે ઉપદેશકને અતૃપ્તિ જ જણાતી હોય છે. તેનું કારણ પોતાની અનુભૂતિની નહીં પરંતુ અભિવ્યક્તિના માધ્યમની ઊણપ જ સમજવી. માટે ઘણીવાર વિવેચકો જણાવે છે કે બ્રહ્મતત્ત્વ પાસમાં પાસે છે તેથી દૂરમાં દૂર પણ છે; તે મહાનથી પણ મહાન છે અને અણુનો પણ અણુ છે; તે સર્વત્ર છે માટે ક્યાંય દેખાતો નથી, તે કંઈ કંઈ છે માટે કંઈ જ નથી. આમ, શબ્દોનો પ્રયોગ કરી બુધજનો શબ્દોને પાછા ખેંચી લેવાની કળામાં પારંગત હોવાથી સંકેત છે કે ભલે બ્રહ્મસંદર્ભે અમે ઘણું કહ્યું છતાં બ્રહ્મ વાચાતીત હોવાથી અમે તો મૌન જ છીએ.
(છંદ-માલિની) प्रकृतिविकृतिशून्यं भावनातीतभावं
समरसमसमानं मानसंबंधदूरम् । निगमवचनसिद्धं नित्यमस्मत्प्रतिष्ठं
हृदि कलयति विद्वान् ब्रह्मपूर्ण समाधौ ॥४१०॥ विद्वान्
= વિદ્વાન हृदि
= અંતઃકરણમાં પ્રકૃત્તિવિકૃતિશૂન્યમ્ - પ્રકૃતિના વિકારોથી રહિત ભાવનાતીતભાવમ્ = ભાવનાથી મુક્ત ભાવસ્વરૂપ समरसम् = સમાન રસસ્વરૂપ असमानम् = જેની સમાન કંઈ નથી તેવું मानसंबंधदूरम् . = પ્રમાણાતીત, નિગમવરસિદ્ધમ્ = વેદના વચનોથી સિદ્ધ, नित्यम् = નિત્ય મમતું પ્રતિષ્ઠમ્ = “હુંરૂપે સ્થિત ब्रह्मपूर्णम् = એવા પૂર્ણ બ્રહ્મને समाधौ
= સમાધિમાં