________________
૬૫૫
आत्मानम्
भावय
મૂય: अध्वने न कल्पसे
= આત્માની = ભાવના કર. = (તેથી) ફરીથી = સંસારના માર્ગમાં = આવવાનું થાય નહીં.
વિદ્વાનની સમાધિગત અનુભૂતિનો અણસાર આપ્યા બાદ, તેવી વિચારણાના સમાપન પ્રત્યે પ્રસ્થાન કરતાં, પાવન પ્રસાદમય પ્રેરણા પ્રદાન કરવામાં આવે છે કે હે પરમાત્મમાર્ગના પથિક! જ્યારે તું સમસ્ત ઉપાધિઓથી રહિત સચ્ચિદાનંદસ્વરૂપ અદ્વિતીય આત્માની પોતાની અંદર જ અનુભૂતિ કરીશ ત્યારે તું ફરીથી કદી સંસાર માર્ગે પ્રવેશ પામીશ નહીં. અર્થાત્ તું આવાગમનવાળા સંસારચક્રથી સદાને માટે મુક્ત થઈ જઈશ.
તત્ત્વાર્થે જે કોઈ પરબ્રહ્મ સાથે અભેદાનુભૂતિ કરી સ્વયં બ્રહ્મસ્વરૂપ થઈ જાય છે, તેનો સંસારમાર્ગ સદાને માટે બંધ થાય છે કારણ કે સંસારથી જ તેની યાત્રા અસંસારી આત્મા તરફ થયેલી. પરંતુ તે રસ્તો એક માર્ગીય હોવાથી જે કોઈ સંસારથી સંસારના કારણે પ્રતિ, પદાર્થથી પરમાત્માની દિશામાં, ભ્રાંતિથી શાશ્વત શાંતિના માર્ગે, અધ્યસ્તથી અધિષ્ઠાનની દિશામાં કે આદિમતાથી અનાદિ, અનંતનો પ્રવાસ ખેડે છે, તે કદી તે જ માર્ગે પાછો વળી શકતો નથી. માટે જ જંડ કે મૃત સંસારથી ચેતન અને અમર આત્મા તરફ ગયેલો પુનઃ કદી સંસારમાર્ગે પાછો આવતો નથી.
(છંદ–ઉપજાતિ) . ઇવ પુસઃ પરિદૃશ્યમાન
माभासरूपेण फलानुभूत्या । शरीरमाराच्छववनिरस्तं
पुनर्न सन्धत्त इदं महात्मा ॥४१४॥ इदं शरीरम्
= આ શરીરને