________________
૬૫૩
જે અજર અર્થાત્ ઘડપણ કે જરા જેવા વિકાર વગરનું છે, નાશરહિત, આભાસશૂન્ય અને સર્વાસુસ્વરૂપ છે, તરંગ વિનાના સાગર જેવું અચળ છે, અરૂપ અને અનામી છે, સત્ત્વ, રજસ અને તમસ જેવા ગુણોના વિકારોથી જે મુક્ત કે નિવૃત્ત છે, શાશ્વત શાંતિરૂપે છે તેવા અદ્વિતીય પૂર્ણબ્રહ્મને વિદ્વાન પુરુષ પોતાના હૃદયદેશમાં સમાધિ સમયે અભેદરૂપે અનુભવે છે.
આવી જ રીતે ઉપરના ત્રણ શ્લોકમાં વિદ્વાન પુરુષ સમાધિ સમયે કેવી અનુભૂતિ કરે છે તેનો ચિતાર આપવામાં આવ્યો. કારણ કે વિદ્વાનની અનુભૂતિ જ સાધકનો આદર્શ છે, સિદ્ધ પુરુષના લક્ષણ જ સાધક માટે સાધન છે, જીવન્મુક્તપુરુષની સમ્યક્ દષ્ટિ જ બદ્ધ કે અજ્ઞ માટે અનુકરણીય તથા અનુસરણીય છે. માટે આદિ શંકરાચાર્યજીએ ઉપરોક્ત શ્લોકો દ્વારા વિદ્વાનની અનુભૂતિનો પરિચય કરાવ્યો છે. જેથી સાધક કે મુમુક્ષુને સંકેત કે માર્ગદર્શન પ્રાપ્ત થઈ શકે.
(છંદ-ઉપજાતિ) समाहितान्तःकरणः स्वरूपे
विलोकयात्मानमखण्डवैभवम् । विच्छिन्धि बन्धं भवगन्धगन्धितं
यत्नेन पुंस्त्वं सफलीकुरुष्व ॥४१२॥ સ્વરૂપે સમહેતાન્તર: = પોતાના અંતઃકરણને આત્મ
સ્વરૂપમાં સમાહિત કરી અવંડવૈભવં માત્માને વિત્તીય = આત્માના અખંડ વૈભવનો અનુભવ
કર, (તત્પશ્ચાત) भवगन्धगन्धितं बन्धम् = સંસારની ગંધથી ગંધાતા બંધનને विच्छिन्धि
= કાપી નાંખીને, यत्नेन
= પ્રયત્નપૂર્વક पुंस्त्वम्
= (તારા) પૌરુષત્વને सफली-कुरुष्व
= સફળ કર.