________________
દરદ
જ પરિવર્તન થતું નથી. તેથી જે કોઈએ આત્મદૃષ્ટિ દ્વારા પોતાના અંતરાત્માને બ્રહ્મ તરીકે જાણ્યો છે, તે પોતાને બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર કે શિવ ગમે તે કહે છતાં તેના બ્રહ્મસ્વરૂપમાં નથી કોઈ આપત્તિ, નથી પરિવર્તન, નથી ફે૨ફા૨ કે કોઈ વિક્ષેપ. કારણ કે સર્વાત્મદૃષ્ટિવાળો સર્વમાં, સર્વસમયે પોતાના બ્રહ્મસ્વરૂપનું જ દર્શન કરતો હોવાથી તેને આ સંપૂર્ણ વિશ્વ પણ પોતાથી લેશમાત્ર જુદું નહીં, પરંતુ બ્રહ્મમય જ જણાય છે. આમ, જે કોઈ સર્વમાં પોતાના બ્રહ્મભાવને જુએ છે તેને પોતાથી અન્ય કંઈ જણાતું નથી.
આમ હોવાથી તે લલકારે છે કે હું જ બ્રહ્માજી અર્થાત્ સર્જનહા૨ અને હું જ સર્જનસ્વરૂપ પણ છું. અર્થાત્ જગત પણ હું. તે જ ન્યાયે તે ઘોષણા કરે છે કે, ‘હું જ જગત કે જીવનો પોષક કે પોષણ કરનારો છું. હું ભૂતમાત્રને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરી સૌનું પોષણ કરું છું. માટે જ ‘‘સ્વયં વિષ્ણુ:’’ હું સ્વયં વિષ્ણુ પણ છું. તથા દેવોમાં સૌથી બળવાન એવા ઇન્દ્રનું બળ પણ આત્મસ્વરૂપે તો હું જ છું. માટે “સ્વયં ફ્ન્ત્રઃ” હું સ્વયં ઇન્દ્ર જ છું. એવા જ ક્રમમાં વિચારતાં આત્મદૃષ્ટિવાળો જરા પણ સંકોચ વગર જાહેર કરે છે . કે ‘‘સ્વયં શિવઃ’’ ‘‘હું પોતે જ શિવસ્વરૂપ છું.’ અર્થાત્ હું જ સૌનો કલ્યાણકા૨ી કે મંગળદાતા હોવાથી શિવસ્વરૂપ કહેવાઉં છું. “શ રોતિ કૃતિ શં(ઃ '' જે કોઈ અવિદ્યા કે અજ્ઞાનનું શમન કરવારૂપી કલ્યાણ કરે તે ભગવાન શિવ કે શંકર કહેવાય છે. શિવજીને સંહા૨ક કહેવામાં આવે છે, તેથી કંઈ શિવજી સૃષ્ટિના નામ અને આકારના વિનાશક નથી, પરંતુ જગત કે પ્રપંચરૂપી કાર્ય, જે પ્રાણીમાત્રને બંધનરૂપ લાગે છે તેનું કારણ અવિદ્યા કે અજ્ઞાન છે. આથી ભગવાન શિવ, અજ્ઞાનના વિનાશ દ્વારા જ જ્ઞાનમાં સૃષ્ટિનો બાધ કરે છે. જ્યાં સુધી અજ્ઞાન હોય ત્યાં સુધી ન થાય સૃષ્ટિનો બોધ કે ન થાય દશ્યપ્રપંચની નિવૃત્તિ તથા આત્મતત્ત્વનું અભેદદર્શન પણ શક્ય ન બને. પરંતુ ભગવાન શિવનું જ્ઞાનરૂપી ત્રીજું નેત્ર ખૂલતાંની સાથે જ અર્થાત્ તેની કૃપાદૃષ્ટિ પડતાં જ અજ્ઞાનનો નાશ થાય છે અને અજ્ઞાનરૂપી કારણના નાશમાં જ જગતરૂપી કાર્યનો નાશ સમાયેલો છે. માટે ભગવાન શિવને સંહા૨ક કહેવામાં આવે છે. જેનું અજ્ઞાન દૂર થયું તેનો સંસાર કે જગત