________________
૬૩૮
કલ્યાણસ્વરૂપ અર્થાત્ શિવાકાર, શુદ્ધ, અચલ આત્માને અભેદરૂપે જાણે છે ત્યારે જ તેવો પુરુષ, જન્મ-મરણ-વ્યાધિ કે ઉપાધિથી મુક્ત થાય છે. તે જ શ્રુતિનું અભયવચન છે.
(છંદ-અનુષ્ટુપ) स्वात्मन्यारोपिताशेषाभासवस्तुनिरासतः । स्वयमेव परंब्रह्म पूर्णमद्वयमक्रियम् ॥३६८ ॥
स्वात्मनि
आरोपित
અશેષ-આભાત-વસ્તુ
निरासतः
स्वयं एव
पूर्णं अद्वयं अक्रियं परं ब्रह्म
પોતાના આત્મામાં
આરોપિત
સર્વ કાંઈ આભાસરૂપી વસ્તુઓનો
=
=
=
નિષેધ (ત્યાગ) કરવાથી
(હું) પોતે જ
= અદ્રય અને અક્રિય પરમ બ્રહ્મ (રૂપે રહું છું)
=
=
પોતાના આત્મામાં આરોપિત સર્વ કાંઈ આભાસરૂપી વસ્તુઓનો અર્થાત્ પ્રતીતિ માત્ર પદાર્થોનો નિષેધ કે ત્યાગ કરવાથી, ‘હું પોતે જ અક્રય અને અક્રિય પરં બ્રહ્મ છું', એવો અનુભવ થાય છે.
અત્રે આત્મામાં આરોપરૂપે રહેલા મિથ્યા આભાસોનો ત્યાગ કરવાનું ભલે ઉપદેશાર્થે સૂચવેલું હોય, પરંતુ જ્ઞાનનો મહિમા તો એવો છે કે તેવા ત્યાગ માટે કોઈ સઘન, સબળ પુરુષાર્થની આવશ્યકતા હોતી નથી. પરંતુ જ્યાં સુધી અજ્ઞાન દૂર થતાં કે અધિષ્ઠાનનું જ્ઞાન થતાં આરોપ, વિના પ્રયત્ને આપોઆપ ત્યજાઈ જાય છે. જેમ કે પ્રાતઃકાળે પ્રભાકરના પ્રકાશમાં છીપલીને ચાંદી તરીકે જાણી, તેનું ગ્રહણ કર્યું. તેવા ગ્રહણમાં છીપ ઉપર ચાંદીનો આરોપ છે અને તે આ૨ોપનું કારણ છીપનું અજ્ઞાન છે. પરંતુ જે ક્ષણે હાથથી ઉપાડેલી ચાંદીને ચકાસી અને જણાયું કે જે ચાંદીમાં હું મોહિત થયો છું તે તો રત્નાકરના ભંડા૨થી ત્યજાયેલી ક્ષુલ્લક છીપલી માત્ર છે, ત્યારે