________________
૬૪૦
અજ્ઞાનજન્ય પ્રલપન જ કે મિથ્યા પ્રજ્ઞાવાદ જ અવશેષ રહે છે.
સંસારના અધિષ્ઠાન જેવું બ્રહ્મતત્ત્વ હું જ છું, એવા અપરોક્ષ જ્ઞાનમાં સમજાય છે કે બ્રહ્મ તરીકે હું વાચાતીત કે અવર્ણનીય, તો મારા પરિચય માટે વકતવ્ય કેવું? પ્રવચન ક્યાં? વાણીવિસ્તાર શા માટે? મુજ નિર્વિકલ્પ સસ્વરૂપમાં સંસાર જેવો વિકલ્પ નથી, તો મિથ્થા સંસારની
ક્યાં કથા? છતાં જો કોઈએ માંડી હોય અકથ્યની કથા, તો જાણે કોણ તેવા અજ્ઞની વ્યાકુળ વ્યથા?
| (છંદ-અનુષ્ટ્રપ). असत्कल्पो विकल्पोऽयं विश्वमित्येक वस्तुनि ।
निर्विकारे निराकारे निर्विशेषे भिदा कुतः ॥४००॥ एक वस्तुनि = એક બ્રહ્મવસ્તુમાં મયે વિશ્વમ્
= આ વિશ્વ સવ7: વિજqઃ રૂતિ = અસત કલ્પના જેવો વિકલ્પ માત્ર છે. . નિર્વિકારે નિરાશ = (તો પછી) નિર્વિકાર, નિરાકાર निर्विशेषे
= (તથા) નિર્વિશેષ બ્રહ્મમાં શુત: મિતા? = ભેદ ક્યાંથી સંભવે?
મુજ એક, નિર્વિકલ્પ બ્રહ્મવસ્તુમાં વિશ્વ એ માત્ર અસત કલ્પના કે મિથ્યાકલ્પના જેવો ફક્ત વિકલ્પ જ છે. તાત્પર્યમાં, મુજ બ્રહ્મમાં જો દૈત નથી તો વિશ્વનો મિથ્યા આરોપ કેવો? છતાં જો વિશ્વ અજ્ઞાનકાળે ભાસે છે તો નિશ્ચય તે અસત કલ્પના કે મિથ્યા કલ્પના જેવો વિકલ્પ જ હોવો જોઈએ. આવો વિકલ્પ એ જ મુજ અદ્વિતીય બ્રહ્મ ઉપર થયેલો અધ્યારોપ છે. બાકી આરોપ સિવાય ન મુજમાં કંઈ છે કે હું કોઈમાં છું. જો કોઈ મુજમાં છે તો નિઃસંદેહ આરોપરૂપે છે અને જો હું કોઈમાં છું, તો નિર્વિવાદ અસંગ અંતર્યામી કે સત્તા-સ્કૂર્તિરૂપે નિર્લેપ રહેલો છું. પરંતુ વાસ્તવિક્તામાં તો નિર્વિરે નિરાશરે નિર્વિશેષ પિતા પુતઃ !' મુજ નિર્વિકાર, નિરાકાર