________________
પ૯૮
આવૃત્તિ કરવામાં આવે છે અને તેમાં સરળતા માટે માટે વિજાતીય વૃત્તિપ્રવાહની તિરસ્કૃતિ થતી હોય છે. આમ, ચિત્ત ધીરે ધીરે તૈલધારાવત અવિરત કે અખંડ રીતે આત્મચિંતન કરે છે અને તેમાં તદાકાર થાય છે. તેથી આવા ચિંતનમાં ચિત્ત સ્વયં પોતાનું અવલંબન છોડે છે અને તેની વૃત્તિઓને ત્યાગી, પોતાને આત્મસ્વરૂપ માનવા લાગે છે. આવી રીતે નિદિધ્યાસનમાં ચિત્તના વિચારોથી જ કે આલંબનથી જ આત્મચિંતન થતું હોય છે. છતાં તેવું આલંબન જ અંતે ત્યજાય છે અને નિરાલંબ જેવી આત્મસ્થિતિ અનુભવાય છે. આમ, આત્મસાક્ષાત્કાર માટેનું અવલંબન શૂન્યવત કે સાધનનિરપેક્ષત્વ નિદિધ્યાસનમાં જણાય છે. તેથી તેને મનન કરતાં ઉત્તમ ગણાયું છે. શ્રુતિએ પણ તેનું મહત્ત્વ સમજાવતાં ઉપદેશ આપ્યો છે કે આત્મસાક્ષાત્કાર માટે નિદિધ્યાસન કરવું જોઈએ. “માત્માં વા રે કૃષ્ણવ્યઃ શ્રોતઃ મંતવ્ય નિવિધ્યાતિવ્ય: I "निदिध्यास अनन्तं निर्विकल्पकम् ।” (निदिध्यासनात् अपि निर्विकल्पसमाधिः अनंतगुणम् ।)
નિદિધ્યાસ કરતાં નિર્વિકલ્પ સમાધિ અનંત ગણી ઉત્તમ છે.” સંકલ્પવિકલ્પથી નિર્મુક્ત બનેલી તથા તમામ પદાર્થાકાર વૃત્તિઓનું કે અનાત્માના વિચારોનું જે દશામાં આત્યંતિક વિસ્મરણ થયેલું હોય અર્થાત જે આત્મદશામાં નથી વૃત્તિઓનો વ્યવહાર, વિચારોનું આવાગમન કે શંકા-સંદેહનો ઉહાપોહ કે નથી વાસના વંટોળનો વિક્ષેપ; તેવી અખંડ આત્મસ્થિતિને નિર્વિકલ્પ સમાધિ કહેવામાં આવે છે. આવી સહજ સમાધિમાં નથી કોઈ સજાતીય વૃત્તિપ્રવાહનો પ્રયત્ન કે વિજાતીય વૃત્તિપ્રવાહના નિષેધનો પુરુષાર્થ. માટે નિર્વિકલ્પ સમાધિમાં પુરુષાર્થશૂન્યતા, પ્રયત્નરાહિત્ય જોવા મળે છે. જેને આત્મસ્વરૂપની સરળ, સહજ, સ્વાભાવિક ઉદય-અસ્ત વિનાની આત્મસ્થિતિ કે સ્વરૂપાવસ્થા કહેવામાં આવે છે, જ્યાં દૈતની ગંધ કે ઠંદ્રના કોલાહોલની કલ્પના પણ હોતી નથી. વાયુ કે તરંગ વગરના જળાશય જેવી નિરાલંબ આત્મસ્થિતિ એટલે જ નિર્વિકલ્પ સમાધિ. જેને આંવી સહજ સ્થિતિ સંપન્ન છે, તે સર્વબંધનોથી છૂટેલો સર્વ સાધના, સાધન અને સિદ્ધિની ભ્રાંતિથી