________________
૬OO
शान्तमनाः सन्
= શાન્ત મનવાળો થઈ प्रतीचि
= અંતરાત્મામાં समाधत्स्व
= સમાધિસ્થ થઈ , સત્વ-વિનોન = જીવ-બ્રહ્મના ઐક્ય દર્શન દ્વારા
-િવિદ્યયા-તમ્ = અનાદિ અવિધાજન્ય ध्वान्तम्
= અજ્ઞાનમય આવરણનો विध्वंसय
= નાશ કર.
:
સમાધિની વિચારણાનું હવે બે શ્લોક દ્વારા સમાપન કરતાં જણાવે છે કે નિર્વિકલ્પ સમાધિ દ્વારા નિશ્ચિતરૂપે બ્રહ્મતત્ત્વ સ્પષ્ટ રીતે જાણી શકાય છે. અન્ય કોઈ રીતે જાણી શકાતું નથી. મન અતિ ચંચળ હોવાથી વારંવાર બ્રહ્મતત્ત્વને છોડી, ઇતર જડ વિષયો પ્રત્યે ચાલ્યું જતું હોય છે. માત્ર નિર્વિકલ્પ સમાધિની દશામાં જ મન, આંદોલન રહિત અને વિક્ષેપથી મુક્ત થઈ, બ્રહ્મતત્ત્વમાં તતૂપ થાય છે. માટે સમાધિ સિવાય બીજી કોઈ પણ રીતે બ્રહ્મતત્ત્વને જાણવાનો જો પ્રયત્ન થાય, તો તેવા પ્રયત્નમાં મન અન્ય વિચારોથી મિશ્રિત હોય છે. તેથી બ્રહ્મતત્ત્વ પણ શુદ્ધ કે સ્પષ્ટ ન જણાતાં મિશ્રિત જ્ઞાનવાળું જણાય છે.
આથી જણાવાયું છે કે ઇન્દ્રિયોને વશ કરી, નિરંતર વિક્ષેપ રહિત મનવાળા થઈ, અંતરાત્મામાં ચિત્ત કે મનને સ્થિર કરવું. ચિત્ત કે મનને સ્થિર કરી બ્રહ્મમાં આત્માના એકત્વનું દર્શન કરવું તથા અનાદિ અવિદ્યાથી ઉત્પન્ન થયેલા અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરવો જોઈએ.
આ પ્રમાણે અનાદિ અવિદ્યાથી ઉત્પન્ન થયેલા આવરણ કે અંધકારનો નાશ કરવો અને જીવ-બ્રહ્મનું એકત્વ પ્રતિપાદિત કરી અભેદનું દર્શન કરાવવું કે અદ્વૈતાનુભૂતિ કરાવવી, તે જ નિર્વિકલ્પ સમાધિનું અંતિમ ધ્યેય છે. તેથી મુમુક્ષુને માટે સમાધિ મહત્વનું સાધન છે.