________________
૬૧૩
કરતાં ઉપદેશાર્થે જણાવે છે કે,
હે શિષ્ય ! ઇન્દ્રિયોના વિષયોને વિષ સમાન સમજી, તે સૌ વિનાશને મા કે અધોગતિમાં લઈ જનારાં હોઈ, તેવા વિષયોની ભોગેચ્છા કે કામનાનો ત્યાગ કર. કારણ કે તેવા વિષયભોગની આશા રાખવી એ મૃત્યુનો જ માર્ગ છે. માટે તું જાતિ, કુળ અને આશ્રમનું અભિમાન છોડીને વિષયભોગ જેવી ક્રિયાઓનો દૂરથી જ ત્યાગ કરી દે. તદુપરાંત, દેહ વગેરે મિથ્યા પદાર્થો ઉપરની આત્મબુદ્ધિ કે અહંભાવનો પણ ત્યાગ કર અને તારી બુદ્ધિને આત્મતત્ત્વમાં જ નિષ્ઠાવાન કે સ્થિર કર. વાસ્તવિકતામાં તો તું દેહાદિનો દૃષ્ટા છે. તેથી અપવિત્ર કે અશુદ્ધ દેહ નહીં પણ તેનો સાક્ષી અને જ્ઞાતા વિશુદ્ધ આત્મા જ તું છે. નિશ્ચિત માન કે તું તમુક્ત અદ્વિતીય પરબ્રહ્મસ્વરૂપ જ છે. '' નિષ્કર્ષમાં સમજવું કે વિષયભોગમાં, વાસનામાં દઢ વૈરાગ્ય વિના દેહાત્મબુદ્ધિ દૂર થતી નથી અને દેહાત્મબુદ્ધિના વૈરાગ્ય વિના આત્મજ્ઞાન સિદ્ધ થઈ શકે નહીં. તે જ ન્યાયે દઢ વૈરાગ્ય અને શુદ્ધ જ્ઞાનના સમન્વય વગર મુક્તિનું પરમ પદ પ્રાપ્ત થઈ શકે નહીં. માટે મુમુક્ષુએ વૈરાગ્યને અતિ પ્રિય આભૂષણ સમજી, સદાય તેનાથી અલંકૃત થઈ વિહાર કરવો. મુમુક્ષુ માટે વૈરાગ્યથી મહાન અન્ય કોઈ અલંકાર નથી. તેથી મહાન કોઈ મહિમા પણ તેનો હોઈ શકે નહીં. તે જ પ્રમાણે વૈરાગ્યથી પ્રબળ અન્ય કોઈ સામર્થ્ય પણ મુમુક્ષુને સુશોભિત કરી શકે નહીં. વૈરાગ્ય જ મુમુક્ષુનું શ્રેય, સંપત્તિ અને પરમ સમૃદ્ધિ છે.
- (છંદ-શાર્દૂલવિક્રીડિત) लक्ष्ये ब्रह्मणि मानसं दृढतरं संस्थाप्य बाह्येन्द्रियम् स्वस्थाने विनिवेश्य निश्चलतनुश्चापेक्ष्य देहस्थितिम् । ब्रह्मात्मैक्यमुपेत्य तन्मयतया चाखण्डवृत्यानिशम् ब्रह्मानन्दरसं पिबात्मनि मुदा शून्यैः किमन्यैर्भमैः ॥३७६॥