________________
૫૯૩
પામે છે. તેથી રહસ્યોદ્ઘાટન થાય છે કે અશુદ્ધ મન દ્વારા આત્મતત્ત્વ જાણી શકાય નહીં. મનમાં જો માયાના સત્ત્વ, રજસ અને તમસ જેવા ગુણોનો મળ કે મેલ ભરેલો હોય, તો મન તે ગુણોમાંથી જે કંઈ જન્મેલું છે તેમાં આસક્ત થાય છે અને તેથી જ તે પરમાત્માના ચિંતનમાં એકાગ્ર થઈ શકે નહીં. મનમાં રહેલો સત્વ ગુણ સાત્ત્વિક પ્રવૃત્તિમાં; રજસગુણ મનને રાજસિક પ્રવૃત્તિમાં આસક્ત કરી આત્મતત્ત્વથી દૂર લઈ જાય છે અને તેવી પ્રવૃત્તિઓમાં આસક્ત કરાવી વિક્ષેપ ઊભો કરે છે. તેનાથી અશાંતિ, દુઃખ અને બંધન થાય છે. જ્યારે તમસ ગુણ, મનને નિષ્ક્રિય બનાવે છે, આળસ અને પ્રમાદથી, ધ્યાન કે સમાધિ જેવી ક્રિયાથી મનને દૂર રાખે છે, મનની આંખો આગળ આવરણ ઊભું કરે છે અને આત્મતત્ત્વને આચ્છાદિત કરે છે. તેથી સ્પષ્ટ સમજાય છે કે જે મન સત્ત્વ, રજસ અને તમસ જેવા ગુણોથી સભર છે તે કદાપિ આત્મદર્શન કરી શકે નહીં. પરંતુ જેમ સુવર્ણ અગ્નિમાં તપ્ત થઈ શુદ્ધ બને છે, તેમ મન પણ ધ્યાનાગ્નિમાં તપ્ત થઈ સત્ત્વ, રજસ અને તમસ જેવા મળનો ત્યાગ કરી જો શુદ્ધ થઈ જાય, તો તે નિઃસંદેહ શુદ્ધ હોવાથી આત્મતત્ત્વને પામે છે. તત્ત્વાર્થે તો સત્વ, રજસ અને તમસમુક્ત શુદ્ધ મન બ્રહ્મસ્વરૂપ જ છે. માટે જ શ્રુતિએ પણ ગાયું છે કે શુદ્ધ મન દ્વારા આત્મતત્ત્વ પ્રાપ્ત થઈ શકે તેમ છે. “મનસા વિ ટૂંકાતવ્યમ્ ” (કઠોપનિષદ-૨/૧/૧૧) “(શુદ્ધ) મનથી જ આ તત્ત્વ પ્રાપ્ત કરવા યોગ્ય છે.”
(છંદ-ઉપજાતિ) निरन्तराभ्यासवशात्तदित्थम्
पक्वं मनो ब्रह्मणि लीयते यदा । तदा समाधिः सविकल्पवर्जितः
स्वतोऽद्वयानन्दरसानुभावकः ॥३६३॥
इत्यम्
= આ પ્રમાણે