________________
૫૧૮
અને વાસનાનું વિષચક્ર પણ અટકી શકે એમ નથી. માટે સમજી જવું કે દેહભાવે કે કર્તાભાવથી થતાં કર્મોનો નાશ ન કરવામાં આવે તો વાસનારૂપી બીજ પણ નષ્ટ નહીં જ થાય અને વાસનારૂપી બીજ નવું શરીર લઈ નવો જન્મ આપશે અને તે નવા શરીર દ્વારા અજ્ઞાની જીવ, પુનઃ કર્મ કરશે અને તેવા અજ્ઞાનીના કર્મો અનંત વાસનાઓને જન્માવશે. આમ, કર્મ, જન્મ, મૃત્યુ અને વાસનાના અકળ, પ્રબળ ચક્રનો અંત જ નહીં આવે. માટે વિવેકી મુમુક્ષુએ જો કોઈ મહત્ત્વનું કાર્ય કરવાનું હોય તો તે એક જ છે કે અહંભાવે કે કર્તાભાવે થતાં તમામ કર્મો કે ક્રિયા સદંતર બંધ કરી દેવા જોઈએ. તે જ આત્મજ્ઞાનરૂપી પંથમાં સફળતાપૂર્વકની પ્રગતિનો સાચો સંનિષ્ઠ માર્ગ છે. માટે જ શ્લોકમાં આચાર્યશ્રીએ નિર્દેશ કર્યો છે કે “તસ્માત્ શર્ય નિરોધયેત્
ઉપરોક્ત વિચારણાથી સ્પષ્ટ થાય છે કે “વાસનાની વૃદ્ધિથી કર્મ કે કાર્યો વધે છે અને કાર્યો વધવાથી વાસનામાં વૃદ્ધિ થાય છે. માટે અત્રે ઉલ્લેખ છે કે “વાસના વૃદ્ધિત: કાર્ય વાર્થવૃ િવ વાસના 1” વાસના બીજ છે અને કર્મ એ ફળ છે. એમ વિચારતાં જેમ વાસના બીજ વધે, તેમ કર્મરૂપી ફળ વધે તે સહજ અને સ્વાભાવિક છે. ખરેખર તો કર્મરૂપી ફળ એ સ્થૂળ વાસના જ કહેવાય. અર્થાત્ વાસનાનું સ્થૂળ સ્વરૂપ તે જ કર્મ છે માટે સૂક્ષ્મવાસનાનો વિસ્તાર થવાથી જ કર્મની ક્ષિતિજો વિસ્તૃત થાય છે. અને વિશાળ કર્મ ક્ષિતિજોમાં વાસનાના બીજને મુક્ત રીતે ફળવાની, ફૂલવાની સ્વતંત્રતા મળે છે. માટે પોતાની સ્વતંત્રતાને વધારવા વાસના, જીવ પાસે વધુ કાર્યો કરાવે છે. જેમ જેમ કાર્યોની વૃદ્ધિ થાય તેમ તેમ વાસના વધે છે તેવું દશ્ય થાય છે. પરંતુ વાસ્તવમાં તો વાસના પોતે જ સૂક્ષ્મ અને ચૂળ રૂપોને અભિવ્યક્ત કરતી મનુષ્યના સંસારની ક્ષિતિજોનો, સીમાઓનો, સરહદોનો વિસ્તાર કર્યા જ કરે છે. આમ, ક્ષણે ક્ષણે વિસ્તૃત પામતો સંસાર એ વાસનાની જ અભિવ્યક્તિ છે. વાસનાનું જ પ્રદર્શન છે. વાસનાનું જ સર્જન છે. આમ, સંસાર, કર્મ અને વાસનાનો વણથંભ્યો વિસ્તાર જ મનુષ્યના બંધનને દઢ કરે છે અને ધીરે ધીરે વાસનાથી છૂટવાને બદલે કોશેટાની જેમ