________________
પ૪૪
नश्येत् तत् एतत् यत् अचोरचोरयोः
= નાશ પામે છે. = તે આ જે = અચોર-ચોરનું (દાંત) = જોવામાં આવે છે. (તેનાથી સમજાય છે.)
दृष्टम्
શ્રુતિ અને સ્મૃતિના સેંકડો ઉપદેશો દ્વારા તથા ન્યાયની સેંકડો યુક્તિઓ દ્વારા જે કંઈ જગત પ્રપંચ રૂપે દશ્ય છે તેવા દશ્યપ્રપંચનો નિષેધ જણાવવામાં આવેલો છે. કારણ કે શ્રુતિ અને સ્મૃતિની જ્ઞાનદષ્ટિમાં કે ન્યાયની યુક્તિમાં દશ્યપ્રપંચનું મિથ્યાત્વ, અનિત્યત્વ, અસત્ત્વ, પરિચ્છિન્નત્વ અને પ્રતિભાસિકત્વ સિદ્ધ થયેલું છે. તેજોબિંદુ શ્રુતિ જણાવે છે કે,
इदं प्रपञ्च यत्किंचिद् यद्यज्जगति वीक्ष्यते । । दृश्यरूपं च दृग्रूपं सर्वं शशविषाणवत् ॥
(તેજોબિંદુ શ્રુતિ-પ/૭૫) જે જે આ પ્રપંચરૂપ પદાર્થો દશ્યરૂપે તથા દશ રૂપે જગતમાં દેખાય છે તે બધા સસલાના શિંગડા જેવા (મિથ્યા) છે. અર્થાત્ નથી જ.” એ જ પ્રમાણે ખ્યાતનામ ભગવદ્ગીતા જેવી સ્મૃતિમાં પણ કૃષ્ણ પરમાત્મા આત્મભાવે જાહેર કરે છે કે વાસ્તવમાં “સર્વ દશ્ય ભૂતો પણ મારામાં રહેલાં નથી.” “ર ૨ મસ્થાનિ ભૂતાનિ "(ભ.ગીતા-અ.૯/૫) જે કંઈ ભૂતો અર્થાત્ જીવો જળચર, ખેચર અને ભૂચર વગેરે દશ્ય છે, તે સૌને આકાર છે. આકારવાળા સૌ જન્મેલા છે. જન્મેલા છે માટે જ નિશ્ચિત તેમનું મૃત્યુ છે. આમ, સર્વ દશ્ય, સાકાર જીવો કે પદાર્થો જન્મ-મરણને આધીન હોઈ પ્રાગભાવ અને પ્રધ્વસાભાવવાળા છે. તેથી સ્પષ્ટ છે કે તે સૌ જન્મ પૂર્વે નહોતા અને મૃત્યુ પશ્ચાતું નહીં હોય. પરંતુ માત્ર એક જ કાળે વર્તમાનમાં તેમની સત્તા જણાય છે. તેવી સત્તા પારમાર્થિક સત્ય નથી. તેથી ત્રણેય કાળે રહેનારું તેમનું સત અસ્તિત્વ તો ન જ કહેવાય પરંતુ એક કાળે જણાતું પ્રતિભાસિક કે મિથ્યા અસ્તિત્વ અવશ્ય છે. માટે જ તેવા અનિત્ય, અસત્ય અને મિથ્યા દશ્ય પદાર્થોનો સ્વયં કૃષ્ણ પરમાત્માએ પણ નિષેધ કરેલો છે. નિષેધ કરતાં