________________
પ૭પ
(છંદ-ઉપજાતિ) ततो विकारा प्रकृतेरहमुखा
રેહાવસાના વિષયાસ્ત્ર | क्षणेऽन्यथा भाविता ह्यमीषा
मसत्वमात्मा तु कदापि नान्यथा ॥३५१॥ તતઃ
= એટલા માટે મહંમુવા: દેહાવસાના = અહંકારથી માંડીને દેહ સુધીના પ્રશ્નઃ સર્વે વિIRI: = પ્રકૃતિના સર્વે વિકારો : વિષય: = અને વિષયો; મનીષાં ક્ષ = આ બધા ક્ષણે ક્ષણે અન્યથા મતિયા = બદલાતા રહેતા હોવાથી हि असत्वम् = મિથ્યા જ છે. आत्मा तु
= પણ આત્મા તો कदापि
= કદાપિ नान्यथा
- = બદલાતો નથી. * પૂર્વેના શ્લોકમાં આપણે ચર્ચા ગયા કે જે કંઈ બુદ્ધિ દ્વારા ય છે તે સર્વ કાંઈ મિથ્યા છે. તે ઉપરથી પ્રસ્તુત શ્લોકમાં એવો નિર્ણય તારવવામાં આવે છે કે અહંકારથી માંડીને દેહપર્યત જે કંઈ પરિવર્તનો કે વિકારો પ્રાણી કે પદાર્થોમાં દશ્ય થાય છે તે સર્વ પ્રકૃતિનું કે માયાનું કાર્ય હોવાથી સત્ય હોઈ શકે નહીં, પરંતુ નિઃસંદેહ મિથ્યા કે અસત્ય જ છે. કારણ કે માયા કે પ્રકૃતિ જો દશ્યમાત્ર જગતનું કારણ હોય તો તે પોતે જ ઉપાધિ હોઈ સત્ય નથી. ઉપરાંત માયાનો બાધ જ્ઞાનકાળે અનુભવાય છે અને શ્રીકૃષ્ણ પરમાત્મા પણ જણાવે છે કે માયા તરવી મુશ્કેલ છે પણ પોતાને શરણે આવેલા માટે અશક્ય નથી. માયાબેતાં તન્ત તે ! (અ.૭–૧૪) આમ, માયાનો બાધ કે અભાવ જાણીતો છે. તેથી માયા કદાપિ ત્રિકાલાબાધિત સત્ય હોઈ શકે નહીં. તેથી સ્પષ્ટ છે કે અહંકારથી દેહ સુધીના જે કોઈ વિકારી પદાર્થો છે.