________________
પપપ
સ્પર્શ પણ નથી. આમ, દેહ જેવી અનાત્મવસ્તુને જીવતાં જ જડ સમજી જેણે છોડી દીધી છે, તેણે મૃત્યુ પૂર્વે જ દેહને મારી, મરણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. તેથી તેને મુક્તિ માટે શરીરના પતનની નથી તો રાહ જોવાની કે નથી તો અવિદ્યાના નાશ માટે આશીર્વાદની અપેક્ષા રાખવાની. જેને દેહ સાથે સંબંધ નથી તેને બંધન સાથે સંગ ક્યાં? જો બંધન જ નથી તો તેની નિવૃત્તિ માટે કર્મ ક્યાં? બંધનના અભાવમાં તેને મુક્તિની અપેક્ષા કેવી? કારણ કે પોતાના અખંડ પૂર્ણાત્માનો અપરોક્ષ અનુભવ કરી રહેલો તો બંધન અને મોક્ષની સાપેક્ષતાને જ્ઞાનની લાત મારી, સૃષ્ટિની ક્ષિતિજની પેલે પાર ફંગોળી ચૂક્યો છે અને પોતાના નિત્ય મુક્ત આત્માનું અલૌકિક આલિંગન અભેદભાવે કરી રહ્યો છે, માટે જ તેવા વીર પુરુષની જીવનવાર્તાનું શીર્ષક જીવન્મુક્ત” છે.
| (છંદ-ઉપજાતિ) • सर्वात्मना बन्धविमुक्तिहेतुः
सर्वात्मभावान्न परोऽस्ति कश्चित् । दृश्याग्रहे सत्युपपद्यतेऽसौ
सर्वात्मभावोऽस्य सदात्मनिष्ठया ॥३४०॥ सर्वात्मना = સર્વ પ્રકારે सर्वात्मभावात् = સર્વાત્મભાવથી પર:
= અન્ય વનવિમુpિદેતુઃ = બંધનથી મુક્તિનો ઉપાય
શ્વત્ ર ગતિ = કોઈ છે જ નહીં. મસી સર્વાત્મભાવ: = આ સર્વાત્મભાવ નસ્ય
= તેને (જ્ઞાનીને) સા માત્મનિષ્ઠા = સદા આત્મનિષ્ઠા વડે दृश्याग्रहे सति = દેશ્યનું અગ્રહણ થવાથી उपपद्यते
= પ્રાપ્ત થાય છે.