________________
પ૩૧
विस्मृतिः = (તેમ) આત્મવિસ્મૃતિ વિહાં ગપિ = વિદ્વાનને પણ વિષયમમુવં દૃષ્ટવા = વિષયોમાં પ્રવૃત્ત થયેલો જોઈને થીઃ = બુદ્ધિના દોષો વડે
= ભમાવી દે છે.
પૂર્વે બે શ્લોક દ્વારા સંકેત કરવામાં આવ્યો કે પ્રમાદથી મોહ થાય છે અને મોહથી જ બુદ્ધિ અહંભાવવાળી કે અહંકારી થાય છે અને શરીરને પોતાનું આત્મ-સ્વરૂપ માને છે. આમ, “હું શરીર છું', તેવી બુદ્ધિ બંધન અને દુઃખ સર્જે છે. અત્રે, જે પુરુષની આવી અહંકારી બુદ્ધિ છે તેવા પુરુષના સંદર્ભે તેની થતી અધોગતિ દર્શાવવામાં આવે છે.
જે પુરુષ, “શરીર છું', તેવા અહંકારવાળી બુદ્ધિ ધરાવે છે, તેવા પુરુષને બુદ્ધિના દોષને લીધે કોઈ લંપટ સ્ત્રી પોતાનો પ્રેમી બનાવી પોતાનામાં આસક્ત કરી તેના ચિત્તને ભમાવી દે છે. જેથી પુરુષ લંપટ સ્ત્રીની પાછળ ભ્રમણ કરે છે, તેના જ વિચારો કરે છે અને તેમાં આસક્ત થઈ બરબાદીને વહોરે છે. તે જ પ્રમાણે આત્મવિસ્મૃતિ પણ લંપટ સ્ત્રી જેવી છે. કોઈ મોટામાં મોટો શાસ્ત્રનો જ્ઞાતા કે વિદ્વાન હોય તો પણ જો તે ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત હોય તો તે વિદ્વાનના આસક્તિપૂર્ણ વર્તનને લીધે, તથા વિષયાસક્તિરૂપી બુદ્ધિના ખોટા નિર્ણયરૂપી દોષને કારણે, વિદ્વાનને પણ પોતાના સચ્ચિદાનંદ આત્મસ્વરૂપથી વિમુખ કરી, વિષયભોગમાં ભ્રમણ કરાવે છે. તેથી કુલટા સ્ત્રી અને આત્મવિસ્મૃતિરૂપી લંપટ સ્ત્રી એક જ જેવો વ્યવહાર કરી વિદ્વાનને પણ જીવનનાં અંતિમ ધ્યેયથી શ્રુત કરી અધોગતિ કે વિનાશેને માર્ગે લઈ જાય છે. માટે જ મુમુક્ષુઓ સાવધાન રહેવું અને સાવચેતીપૂર્વક પ્રમાદનો ત્યાગ કરવો, તથા બ્રહ્મભાવનામાં ન તો આળસ કરવી કે ન બ્રહ્મચિંતનથી વિમુખ થવું. જે કોઈ પોતાના આત્મસ્વરૂપનું પ્રમાદ વગર નિત્ય નિરંતર ચિંતન કરે છે અને વિષયભોગરૂપી પ્રવૃત્તિથી લેશમાત્ર પ્રભાવિત