________________
પ૧૯
મનુષ્ય સંસારબંધનમાં સપડાતો જાય છે. આવી રીતે વાસનાથી બંધાયેલો વ્યક્તિ સંસારથી બંધાય છે અને તેને મુક્ત થવાનો કોઈ રસ્તો ક્યાંય દેખાતો નથી. તેથી સંકેત કર્યો છે કે “પુસઃ સંસારો ન નિવર્તત”
| (છંદ-અનુષુપ) संसारबन्धनविच्छित्त्यै तवयं प्रदहेद्यतिः । वासनावृद्धिरेताभ्यां चिन्तया क्रियया बहिः ॥३१॥
સંસારન્થનવિચ્છિન્દ = સંસારનું બંધન તોડવા માટે - તિઃ
= પ્રયત્નશીલ મુનિએ तद्वयम्
= તે બન્નેને (વાસના અને તેના કાર્યોને) प्रदहेत्
= બાળી નાંખવા જોઈએ. વિજોયા વહેઃ શ્ચિયથી = વિષયોના ચિંતન અને તદનુસાર બાહ્યક્રિયા एताभ्याम्
= આ બન્નેથી वासनावृद्धिः = વાસના વધતી જાય છે.
વાસના જ સંસાર છે અને સંસાર બંધન છે તેવી ઉપરના બે શ્લોક દ્વારા ચર્ચા કર્યા બાદ, તેના ઉપાયરૂપે જણાવાયું છે કે આમ હોવાથી જ સંયમી કે વિવેકી પુરુષે સંસારરૂપ બંધનને કાપવા માટે અગર તેવા બંધનનો પુનઃ ઉદય ન થાય તેવી રીતે બંધનને નિર્મૂળ કરવા માટે વાસના અને કર્મ, તે બંનેને ભસ્મીભૂત કરવા જોઈએ. કારણ કે વિષયોનું ચિંતન મન દ્વારા અંદર થાય છે અને તેવા ચિંતનથી જે ક્રિયા કે કર્મ થાય છે તે બહાર દેખાય છે. આમ, આંતરિક વિષયચિંતન અને બાહ્ય ક્રિયાઓથી જ વાસના વધે છે. માટે જ મુમુક્ષુએ એ બન્નેનો અગ્નિસંસ્કાર કરી સંસારબંધનને રખિયા બનાવી દેવું, જેથી આત્મસાક્ષાત્કારના પંથે જણાતાં બે મહાન શત્રુઓનો સંહાર થઈ શકે અને નિરુપાધિક આત્મતત્ત્વનું સહજ, નિષ્ક્રિય, આલંબન શક્ય બને.