________________
૪૨૯
લક્ષ્યાર્થ કહે છે. દા.ત. ઉપરના દષ્ટાંતમાં “દેવતા” શબ્દ પ્રયોજેલો છે. તેનો સામાન્ય અર્થ અગ્નિ થાય છે. પરંતુ જો તે શબ્દ, “આ મનુષ્યમાં બહુ દેવતા છે.” તેવા અર્થમાં વપરાય તો લક્ષણાવૃત્તિ કે લક્ષણાશક્તિ દ્વારા દેવતાનો અર્થ અગ્નિ જેમ બાળી મૂકે, તેવો ક્રોધ થાય છે.
પદ કે શબ્દના ગૂઢાર્થ, ગર્ભાર્થ કે લક્ષ્યાર્થને અભિપ્રેત કરનારી લક્ષણાશક્તિ કે લક્ષણાવૃત્તિના મુખ્ય ત્રણ પ્રકાર છેઃ (૧) જહત્ લક્ષણા, (૨)અજહત્ લક્ષણા, (૩) જીંદજહત્ લક્ષણા. (૧) જહત્ લક્ષણા-જ્યારે કોઈ પણ પદ કે શબ્દના વાચ્યાર્થનો સંપૂર્ણ ત્યાગ કરવામાં આવે છે અને તે વાચ્યાર્થના સંબંધિત અન્ય સૂચિત અર્થનું ગ્રહણ કરવામાં આવે છે, તેને જહત્ લક્ષણા કહેવાય છે. દા.ત. “યાં ઘોષઃ” ગંગામાં ગૌશાળા” “આ વાક્યમાં ગંગા પદનો વાચ્યાર્થ ગંગા નદીનો જળપ્રવાહ છે. તેથી વાચ્યાર્થના સંદર્ભમાં જળપ્રવાહમાં ગૌશાળા હોય તેવો અર્થ બંધ બેસતો નથી. તેથી અત્રે તેવા વાચ્યાર્થનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ. જળપ્રવાહનો સંબધિત અર્થ અત્રે “નદીનો કિનારો' એવો થાય છે. તેથી વાચ્યાર્થના સંબંધિત અર્થ ગ્રહણ કરતાં ગંગા નદીને કિનારે ગૌશાળા છે' એવો અર્થ ગ્રહણ કરવો જોઈએ. આવી રીતે શબ્દ કે પદના વાચ્યાર્થના ત્યાગ કરી લક્ષણાશક્તિ કે વૃત્તિ દ્વારા અર્થ ગ્રહણ કરાય છે, તેને જહત્ લક્ષણા કહેવામાં આવે છે. . (૨) અજહત્ લક્ષણા-જ્યારે કોઈ પણ પદ કે શબ્દના વાચ્યાર્થનો ત્યાગ ન કરવો પડે, છતાં વાચ્યાર્થ સાથે સંબંધિત અર્થ કે સૂચિત અર્થને ગ્રહણ કરવામાં આવે, ત્યારે તેવા અધિક ગ્રહાયેલ અર્થથી જે યથાર્થ અર્થ સમજાય તેને “અજહત્ લક્ષણા' કહેવામાં આવે છે. દા.ત.“શ્વેતો ઘાવતિ ' “સફેદ દોડે છે.” આ વાક્યમાં વાચ્યાર્થ ધોળો રંગ દોડે છે એવો થાય છે. પરંતુ ધોળો દોડે છે તેમ કહેવું તે અર્થસભર લાગતું નથી અને કંઈક ખૂટે છે અગર ખોટો અર્થ થાય છે, એવું જણાય છે. તેથી ખૂટતા અર્થને ઉમેરવા માટે વાચ્યાર્થનો ત્યાગ કરવાનો નથી પરંતુ તે સંબંધે અધિક અર્થને ગ્રહણ