________________
NO
અવશ્ય કારણ છે છતાં પારમાર્થિક સત્યના દૃષ્ટિકોણથી તે કાર્ય અને કારણથી પર છે, વિલક્ષણ છે, ત્યારે છે અને એવું જે બ્રહ્મતત્ત્વ છે, તે તું જ છે એવી ચિત્તમાં ભાવના કર.
આવી બ્રહ્મભાવનાના ઉપદેશથી સ્પષ્ટ છે કે બ્રહ્મસ્વરૂપે “હું એક જ હોવા છતાં સમગ્ર જગતના અનંત પ્રાણી પદાર્થોનું વિવર્ત કારણ છું. આરોપરૂપી મિથ્યા જગત મુજ અધિષ્ઠાન વિના ઉત્પત્તિ, સ્થિતિ કે લયને પ્રાપ્ત થઈ શકે નહીં. વાસ્તવમાં તો હું બ્રહ્મ જ બ્રહ્માંડરૂપે ભાગું છું. છતાં નથી હું માયાજન્ય જગતરૂપી કાર્ય કે પોતાની અધ્યક્ષતામાં જગતને જન્માવનાર ઈશ્વરરૂપી કારણ હું તો જગત અને ઈશ્વરનું પણ અધિષ્ઠાન છું. જીવ, જગત અને ઈશ્વર ભુજ બ્રહ્મરૂપી નિર્વિકાર, નિરપેક્ષ અધિષ્ઠાન પર સર્જન અને વિસર્જનની સંતાકૂકડી રમ્યા કરે છે, છતાં નથી મને સ્પર્શ જગતનો, નથી અભિમાન ઈશ્વરનું કે બંધન જીવોના યોનીભ્રમણનું. હું તો આવાગમન, યોનીભ્રમણ કે કાર્ય-કારણના ચક્રથી મુક્ત છું, અસંગ છું, અભેદ છું, અવિનાશી છું, માટે જ સત્ય જ્ઞાનમનત્તમ્ રૂપે શ્રુતિ દ્વારા ગવાયેલો છું, ‘મનો નિત્યઃ શાશ્વતોડ્ય પુરાઃ |' એવી રીતે સ્વયં પરમાત્માના મુખે સંબોધાયેલો છું, ખ્યાતનામ થયેલો છું. બ્રહ્મસ્વરૂપે હું પિંડ-બ્રહ્માંડનું અધિષ્ઠાન છું. મારી પૂર્વે કોઈ નહોતું, તેથી હું કોઈનું કાર્ય નથી અને અવિકારી, અપરિવર્તનશીલ હોવાથી વાસ્તવમાં મારામાંથી કાંઈ જ જળ્યું નથી. તેથી હું કોઈનું કારણ પણ નથી. આમ, કાર્ય-કારણથી વિલક્ષણ એવો હું, પૂર્વે અને પશ્ચાત, ભૂત અને ભવિષ્ય જેવી સાપેક્ષતાથી મુક્ત નિરપેક્ષ બ્રહ્મતત્ત્વ છું અને તેથી અન્ય કંઈ જ નથી.
| (છંદ-રથોદ્ધતા), निर्विकल्पकमनल्पमक्षरं
યત્ લક્ષરવિત્તલ પરમ્ | नित्यमव्ययसुखं निरञ्जनं
ब्रह्म तत्त्वमसि भावयात्मनि ॥२६२॥