________________
૫૦૫
બ્રહ્માનંદરૂપી કિંમતી ખજાનાને કે ભંડારને, મહાબળવાન અને ભયંકર, અહંકારરૂપી સર્પે પોતાનામાં વીંટાળી સંતાડી રાખેલો છે. તે સર્પ જ બ્રહ્માનંદરૂપી સંપત્તિનું રક્ષણ કરે છે. આ સર્પ ત્રણ ગુણરૂપી પોતાના ઉગ્ર મસ્તકો વડે ખજાના ઉપર ચોકી કરે છે અને તેનું સાચું સ્વરૂપ કોઈને જણાવા દેતો નથી. પરતું જ્યારે કોઈ ધીર પુરુષ શ્રુતિઓ દ્વારા જણાવાયેલી વિજ્ઞાનરૂપી મોટી તીક્ષ્ણ તલવાર દ્વારા સર્પના ત્રણ ગુણરૂપી ત્રણેય માથાઓનો ઉચ્છેદ કે વિચ્છેદ કરી નાંખે છે, સર્પનો નાશ કરે છે ત્યારે જ તે ધીર પુરુષ પરમ, સુખકારક બ્રહ્માનંદરૂપી નિધિને કે આત્મારૂપી ધનભંડારને ભોગવવા માટે સક્ષમ બને છે. તાત્પર્યમાં, આત્મસાક્ષાત્કારમાં ભયંકર વિંઘ્ન માત્ર અહંકાર જ છે. તેના નાશ વિના નિજાનંદનો અવ્યય ખજાનો હાથ આવી શકે તેમ
નથી.
(છંદ-ગીતિ) यावद्वा यत्किञ्चिद्विषदोषस्फूर्तिरस्ति चेद्देहे । कथमारोग्याय भवेत् तद्वदहन्तापि योगिनो मुक्तयै ॥३०४॥
यावत् वा
= જ્યાં સુધી
= શરીરમાં થતુ વિન્વિત્ વિષયોષ- = જરા પણ વિષની અસર જો
શૂર્તિ રેતુ અતિ = રહી ગઈ હોય તો મારો ગ્યાય ભવેત્ = આરોગ્ય કેવી રીતે સંભવે?
= તેવી રીતે યોનિઃ
= યોગીની
= મુક્તિ માટે अहंता अपि
= અહંકાર પણ (વિષ જેવો પ્રતિબંધક છે.)
तद्वत्
मुक्तयै
જ્યાં સુધી શરીરમાં થોડું પણ ઝેર રહી ગયું હોય ત્યાં સુધી