________________
૫૦૮
(છંદ-શિખરિણી) अहङ्कर्तर्यस्मिन्नहमिति मतिं मुञ्च सहसा
विकारात्मन्यात्मप्रतिफलजुषि स्वस्थितिमुषि । यदध्यासात्प्राप्ता जनिमृतिजरादुःख बहुला
प्रतीचश्चिन्मूर्तेस्तव सुखतनोः संसृतिरियम् ॥३०६॥ विकारात्मनि
= વિકારરૂપ आत्मप्रतिफलजुषि = આત્માના પ્રતિબિંબવાળા (તાદાત્મવાળા), स्वस्थितिमुषि = આત્મસ્વરૂપની સ્થિતિને ઢાંકી દેનાર, अस्मिन् अहंकरि = આ અહંકારમાં अहं इति मतिम् = “હુંપણાની બુદ્ધિને सहसा मुञ्च = શીઘ ત્યાગી દે. यत्-अध्यासात्
= જેના અધ્યાસથી प्रतीचः चिन्मूर्तेः = પ્રત્યગાત્મસ્વરૂપ, ચૈતન્યમૂર્તિ અને सुखतनोः
= આનંદસ્વરૂપ
= એવા તને નનિમૃતિવર વહુના = જન્મ, મરણ, જરા વગેરે દુઃખોથી ભરેલી इयं संसृतिः = આ સંસારગતિ
= પ્રાપ્ત થઈ છે.
तव
प्राप्ता
જીવનની આબાદીની શોધમાં નીકળેલા મુમુક્ષુને અહંકાર કેવી રીતે બરબાદી તરફ લઈ જાય છે, તેનો ચિતાર આપતાં અત્રે જણાવવામાં આવે છે કે, અહંકાર નિષ્ક્રિય, અક્રિય આત્માને કર્તા બનાવે છે. મૂળ સ્વરૂપે આત્મા અવિકારી હોવા છતાં અનાત્મ-તાદાત્મથી અને અહંભાવથી તેને વિકારી બનાવે તથા પોતાના આત્મસ્વરૂપનું વિસ્મરણ કરાવે કે આત્મસ્વરૂપનું હરણ કરે છે. આત્મસ્વરૂપ ઉપર આવરણ કરનારો અહંકાર, આત્માનું હનન કરનારો છે. આત્મા ચૈતન્યસ્વરૂપ હોવા છતાં તે ચૈતન્યસ્વરૂપને ન જણાવા દેતાં, તેથી વિરુદ્ધ જડ દેહાદિને જ આત્મસ્વરૂપ માની જડતાનો સ્વીકાર