________________
૫૧૧
તે સારી રીતે ભોગ કરી સુખ પ્રાપ્ત કરી શકે છે. તે જ પ્રમાણે આત્મસામ્રાજ્યનું સ્વતંત્ર સુખ ભોગવવાની ઈચ્છાવાળાએ સૌ પ્રથમ મહાન વિષ્નકારક શત્રુ જેવા અહંકારરૂપી કાંટાને જ્ઞાનરૂપી તલવાર દ્વારા પ્રથમ નિર્મૂળ કરવો જોઈએ, કારણ કે તેવા શત્રુની હયાતીમાં આત્મસામ્રાજ્યનું સુખ સંભવી શકે નહીં.
જેવી રીતે રાજાના રાજ્યની બહાર શત્રુઓએ ઘેરો ઘાલ્યો હોય અને રાત-દિવસ યુદ્ધના નગારાં વાગતા હોય તો કયો રાજા સુખચેનથી નિદ્રાધીન થઈ શકે, ખાઈ-પી શકે કે રાજ્યમાં નિશ્ચિત થઈ વિહાર કરી શકે? તે જ પ્રમાણે આત્માના આનંદરૂપી સામ્રાજ્યની ચારે તરફ જો અહંકારે રાગ-દ્વેષ, મમત્વ, કામ, ક્રોધ, લોભ જેવા અનેક શત્રુઓની સેના ગોઠવી હોય તો કઈ રીતે જીવાત્મા પોતાના નિજસ્વરૂપનું અતીન્દ્રિયસુખ ભોગવી શકે કે પોતાની નિત્યમુક્તિનો અણસાર પણ કેવી રીતે પામી શકે? માટે પોતાના અતીન્દ્રિય આત્મસુખની ઇચ્છાવાળાએ પૈર્યવાન થઈ, દઢતાપૂર્વક જ્ઞાનરૂપી તલવાર દ્વારા એક જ ઝાટકે કોઈ પણ પ્રતિક્રિયા વગર અહંકારરૂપી શત્રુનું છેદન કરવું આવશ્યક છે.
(છંદ-ઉપજાતિ) ततोऽहमादेर्विनिवर्त्य वृत्तिं
सन्त्यक्तरागः परमार्थलाभात् । तूष्णीं समास्वात्मसुखानुभूत्या
પૂર્ધાત્મના ત્રણ નિર્વિકલ્પ: રૂ૦૬ll
તતઃ
= ત્યારપછી મર્દ : વૃત્તિ વિનિવર્ઘ = અહંકાર વગેરે વૃત્તિઓને દૂર કરી परमार्थलाभात्
= પરમાર્થ લાભથી सन्त्यक्तरागः
* = વિષયો ઉપરની પ્રીતિનો ત્યાગ કરી, आत्मसुखानुभूत्या
= આત્મસુખના અનુભવ દ્વારા