________________
४८६
માટે જપ કે નિષ્કામ કર્મ કેટલો સમય કરવાં? તો આવી ચિત્તજન્ય શંકા કે મનના પ્રશ્નોનું સમાધાન આપવા મનને બાળકની જેમ ફોસલાવી, પંપાળી સમજાવવું કે આત્મજ્ઞાનને પંથે ઉતાવળ નકામી છે. તે મારા મન! તું ધીરજ ધર. જેવી રીતે રોગ દૂર ન થાય ત્યાં સુધી હોસ્પિટલ કે દવાદાસ છોડાય નહીં તથા વિદ્યાભ્યાસ પૂર્ણ થતાં પહેલાં શાળા કે મહાશાળાનો ત્યાગ થાય નહીં તેવી રીતે પ્રમાણે જ્યાં સુધી નિઃશંક રીતે જીવ અને જગત સ્વપ્નની જેમ મિથ્યા કે અસત્ય દોરીમાં સર્પની જેવા નાશવંત કે અનિત્ય જણાય નહીં, ત્યાં સુધી અધ્યાસ દૂર કરવાનું કાર્ય કે પ્રયત્ન છોડી શકાય નહીં. સાચા મુમુક્ષુએ તો અધ્યાસને દૂર કરવાના પ્રયત્નમાં કંટાળો અને થાકનો અનુભવ કર્યા વિના નિરંતર સંલગ્ન રહેવું જોઈએ. માટે જ સ્પષ્ટતા કરી છે કે ઊંઘમાં, સામાન્ય વાતચીતમાં અર્થાત્ લોકનિંદામાં, વિષયચિંતનમાં, ગપ્પા મારવામાં કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ જેવા વિષયોના વિચારમાં તારા આત્માનું વિસ્મરણ થાય તેવો અવસર કદાપિ ઊભો ન થવા દેતાં તારા ચિત્તમાં તે આત્માનું જ ચિંતન કર્યા કર અને આત્મવિસ્મરણના પ્રસંગને અવકાશ આપીશ નહીં કારણ કે આત્મવિસ્મરણ એ શબવત જીવન છે અને આત્મસ્મરણ એ શિવમય, કલ્યાણકારી, મંગળમય જીવન છે.
(છંદ-અનુરુપ) मातापित्रोर्मलोद्भूतं मलमासमयं वपुः ।
त्यक्त्वा चाण्डालवदूरं ब्रह्मीभूय कृती भव ॥२८८॥ માતાપિત્રોઃ = માતા અને પિતાના મનોમૂતમ્ = (રજ અને વીર્યરૂ૫) મેલથી ઉત્પન્ન થયેલું મનમાંસમયે વધુ = શરીર વિણ અને માંસથી ભરેલું છે. વાઝાવવું = તેને ચાંડાલની માફક (ચાંડાલ મડદાને ત્યજે છે તેમ) દૂર ત્યવર્તી = દૂર ત્યજી દઈને- (એના ઉપરનું મમત્વ છોડીને) વહીયૂય = બ્રહ્મસ્વરૂપ થઈ કૃતી ભવ = કૃતાર્થ થઈ જા.