________________
૪૮૪ જીવ પોતાના આત્મસ્વરૂપને ભૂલી ગયો છે એટલું જ નહીં પણ સઘન રીતે તેણે મન-બુદ્ધિને સંમોહિત કરી અહંભાવ કે મમભાવને પેદા કર્યા છે અને ત્યારબાદ જીવાત્મા દેહાદિનો અભિમાની થઈ નિરંતર, “હું કર્તા કે ભોક્તા છું', તેવું ચિંતન કર્યા કરે છે. આ પ્રબળ સંસ્કાર માત્ર એક જન્મના નથી. માટે તેવા અજ્ઞાનની નિવૃત્તિ માટે આવું પુનરાવર્તન સદ્ગુરુની દૃષ્ટિમાં અનિવાર્ય જણાયું છે. અત્રે કંઈ પુનરુક્તિ દોષ નથી. જેવી રીતે લાંબી મુસાફરીમાં ગાડી હંકારતી વખતે એકની એક સૂચના વારંવાર, વળાંકે વળાંકે જુદા જુદા શબ્દોમાં જોવા મળે છે; દા.ત. ધીમે હાંકો, સુખ પામો', “THIS IS NOT ARUNWAY BUT A HIGHWAY', '334-41 491 Hid-2182',' THERE ARE NO SPARE PARTS FOR YOUR BODY! 'IT IS BETTER TO REACH LATE THAN NEVER', “કદી ન પહોંચવા કરતાં મોડા પહોંચવું સારું, ‘તમારા બાળકો તમારી રાહ જુએ છે', “YOUR CHILDREN AWAITYoURARRIVAL' તેનો તાત્પર્યાર્થ તો એટલો જ છે કે તમને ઝડપથી વાહન ચલાવતાં રોકી, નિયંત્રણ બહાર જતી તમારી ગતિ તોડી તમને અકસ્માતથી બચાવવા. કારણ કે મોટાભાગે આપણને ઝડપી પ્રવાસની કુટેવ પડેલી છે. તેવી રીતે જીવનમાં પણ મન પૂરઝડપે શરીરસુખ પાછળ કે વિષયો પાછળ દોડતું હોય છે. તેવી દોડમાં હું દેહ કે ઇન્દ્રિયાદિ છું, તેવો અધ્યાસ કે અજ્ઞાન જ કારણભૂત હોય છે. માટે દેહમાં રહેલા અહંભાવનો જ્યાં સુધી તદ્દન નાશ ન થાય, ત્યાં સુધી ખૂબ સાવધાનીપૂર્વક ચિત્તની એકાગ્રતાથી અધ્યાસને દૂર કરવો જોઈએ. આમ, દેહાદિ જડ પદાર્થો તરફની ગતિ કે ઝડપ અટકાવી, અકસ્માત નિવારી, મનુષ્યનો વિનાશ થતો રોકી, તેના મનને આત્મચિંતનમાં ઊભું રાખવા માટે એક જ પ્રકારની સૂચના કે ચેતવણી વારંવાર આપવામાં આવે છે. જેવી કે, સ્વાધ્યાસાનિય 58'.
(છંદ-અનુષ્ટ્રપ) प्रतीतिर्जीवजगतोः स्वप्नवद्भाति यावता । तावनिरन्तरं विद्वन् स्वाध्यासापनयं कुरु ॥२८६॥