________________
કરવો જોઈએ, એવા ત્યાગમાં જ તેને પોતાનું બ્રહ્મસ્વરૂપ પોતાની જાતે જ પ્રગટ થતું જણાશે. જેવી રીતે ચાંદીના ત્યાગમાં જ છીપનું સાચું દર્શન થાય છે, મૃગજળની નિવૃત્તિમાં જ ધરતીના દર્શન થાય છે અને સર્પના બાધમાં જ દોરીરૂપી અધિષ્ઠાન નિઃશંક અનુભવાય છે, તેવી જ રીતે ઉપાધિ કે દેહતાદાત્મ્યના ત્યાગમાં જ પોતાના મૂળસ્વરૂપના દર્શન થાય છે.
(છંદ-ઉપજાતિ)
सर्वात्मना दृश्यमिदं मृषैव
इदं दृश्यम् क्षणिकत्वदर्शनात्
सर्वात्मना
जानाम्यहं सर्वमिति प्रतीतिः
मृषा एव
'अहं' अर्थः न एव
नैवाहमर्थः क्षणिकत्वदर्शनात् ।
૪૯૪
कुतोऽहमादेः क्षणिकस्य सिद्धयेत् ॥ २६४॥
क्षणिकस्य अहं आदेः
અહં સર્વ જ્ઞાનામિ કૃતિ
प्रतीतिः कुतः सिद्ध्येत्
= આ (અહંકાર વગરે) દૃશ્યની
= ક્ષણિકતા જોવામાં આવે છે તેથી
સર્વ પ્રકારે
મિથ્યા જ છે.
-
- તે ‘અહમ્’ શબ્દનો તત્ત્વાર્થ હોઈ
શકે નહીં (કારણ કે)
ક્ષણિક અહંકારાદિની
=
=
=
= હું બધું જ જાણું છું એવી પ્રતીતિ ક્યાંથી (કેવી રીતે) સિદ્ધ થાય?
=
અહંકારાદિ ક્ષણભંગુર છે, સત્ય નહીં
આ જે કંઈ દેશ્ય જગત ક્ષણભંગુર દેખાય છે, તે સર્વપ્રકારે મૃગજળ જેમ મિથ્યા કે અસત જ છે. માટે તેવું કંઈ પણ, ‘અહમ્’ શબ્દનો તત્ત્વાર્થ હોઈ શકે નહીં. તદુપરાંત, અહંકારાદિ અર્થાત્ ‘હું કર્તા’, ‘હું ભોક્તા’ એવું જેને અભિમાન છે; ‘હું શરીર’, ‘હું ઇન્દ્રિય’, એવું જેને સઘન તાદાત્મ્ય છે;