________________
૪૯૮
ઉત:
= માટે मांसपिण्डे = માંસના પિંડમાં (સ્થૂળ શરીરમાં) વૃદ્ધિ સ્પિતિ = (અને) બુદ્ધિએ કલ્પલા જિષ્ણમિનિનિ પિ = શરીરના અભિમાની અહંકારમાં પણ अभिमानं त्यज = “હું પણાનું અભિમાન છોડી દે. સ્વ માત્માનમ્ = પોતાના આત્માને कालत्रयाबाध्यम् = ત્રિકાલાબાધિત अखण्डबोधम् = અખંડ જ્ઞાનસ્વરૂપ ज्ञात्वा
= જાણીને शान्तिं उपैहि = શાન્તિ પ્રાપ્ત કર.
પૂર્વેના શ્લોકની વિચારણાથી સ્પષ્ટ થયું કે શરીર કે અહંકાર, નિત્ય આત્મા નથી. માટે જ માંસના પિંડ જેવું આ શરીર તથા એવા શરીરનો જે અભિમાની છે તે બુદ્ધિકલ્પિત અહંકાર વિશે અહંબુદ્ધિ અર્થાત “હું દેહ છું', એવું દેહાભિમાન તું તત્કાળ છોડી દે અને તારા આત્માને ભૂત, ભવિષ્ય અને વર્તમાન જેવા ત્રણે કાળથી અબાધિત, અખંડ જ્ઞાનસ્વરૂપ જાણીને પરમ શાંતિને પ્રાપ્ત થા. આ પ્રમાણે પૂર્વોક્ત બે શ્લોક દ્વારા દેહ અને અહંકારમાં અજ્ઞાનને લીધે ઉત્પન્ન થયેલી આત્મબુદ્ધિનો ત્યાગ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે.
(છંદ-ઉપજાતિ) त्यजाभिमानं कुलगोत्रनाम
रूपाश्रमेष्वाशवाश्रितेषु । लिङ्गस्य धर्मानपि कर्तृतादीन्
ત્ય ભવાવ૬ સુવસ્વર૬૪ll માર્કશવ-માશ્રિતેષ * = તાજા (મૃત્યુ પામ્યા પછી તરતના) મડદાં
જેવા શરીરના આધારે રહેલા