________________
૪૯૨
આમ, જ્ઞાનમાં સર્વ કર્મો સમાપ્ત થાય છે તેનો અર્થ કે જ્ઞાનીને કોઈ પુણ્યકર્મ કરવાનું બાકી રહેતું નથી કે પાપકર્મ માટે પ્રાયશ્ચિત કર્મ પણ કરવાનું બચતું નથી અથવા પાપકર્મોથી નિવૃત્તિની અપેક્ષા પણ આત્મજ્ઞાનીને હોઈ શકે નહીં. આમ, માત્ર જ્ઞાની જ કર્મની જંજાળથી, તેની અટપટી ખટપટથી, તેની ગહનગતિથી મુક્ત થઈ શકે છે. માટે જ કહ્યું છે કે જ્ઞાની વિહિત કે નિષિદ્ધ કર્મોથી છૂટી જાય છે અર્થાત નથી બચ્યાં તેને માટે નિત્યકર્મ, નૈમિત્તિક કર્મ, વૈદિક કર્મ. આમ, જે કૃતાકૃતની કર્મોળીથી બચી શકે છે, કર્મના પતન જેવા મહાસાગરને તરી જાય છે, તે જ તત્ત્વાર્થ કૃતજ્ય થયેલો કહેવાય છે.
કૃતકૃત્યો ભવિષ્યતિ આવો આચાર્યશ્રીનો સંદેશ ગહન ઉપદેશ આપી જાય છે કે બ્રહ્મજ્ઞાની કૃતકૃત્ય થાય છે. તેનો અન્ય અર્થ એવો છે કે જ્ઞાન દ્વારા તેણે નહીં કરેલા કર્મોનું ફળ તેને આપોઆપ મળી જાય છે. જેમ સાગરમાં સ્નાન કરનારને અન્ય નદીઓ, તળાવો, કૂવાઓ કે ખાબોચિયામાં સ્નાન કરવાની આવશ્યકતા રહેતી નથી તેમ આત્મજ્ઞાનીએ જો આત્મસાક્ષાત્કારરૂપી પરમપુરુષાર્થને પ્રાપ્ત કરી જ લીધો હોય તો હવે તેને શું મેળવવા શેનો પુરુષાર્થ? તદુપરાંત, શ્રીકૃષ્ણ પરમાત્માના ઉપદેશ મુજબ આત્મજ્ઞાનરૂપી અગ્નિમાં જો સર્વ કર્મો લાકડાંની જેમ બળીને ભસ્મ થતાં હોય તો જ્ઞાની માટે કર્તવ્ય જેવું કંઈ શેષ રહેતું જ નથી. માટે જ કર્મથી મુક્ત થયેલો જ્ઞાની કર્મફળના બંધનમાં પડતો નથી. આમ, કર્મ અને ફળના શાશ્વત સનાતન ચક્રને તોડી જ્ઞાની કૃતકૃત્ય થઈ જાય છે. તે જ સંદેશ અત્રે અપાયો
(છંદ-ઉપજાતિ) यत् सत्यभूतं निजरूपमाद्यं
चिदद्वयानन्दमरूपमक्रियम् । तदेत्य मिथ्यावपुरुत्सृजैतत्
શખૂષવદ્ વેષમુપારમાત્મનઃ ર૬રા