________________
જે ‘તાત્’ બ્રહ્મથી વિલક્ષણ છે, વિરુદ્ધ છે, તેવું સર્વ કંઈ ક્ષેત્રવર્ગ કે જડ પદાર્થો. માટે અત્રે સમજવું કે જડ શરી૨ ઉપ૨ની દેહાત્મબુદ્ધિની નિવૃત્તિ કરવી અગર જીવભાવની કે ઇન્દ્રિયાદિમાં જે અહંબુદ્ધિ છે, તેની નિવૃત્તિ કર્યા બાદ જ વાસનાના પ્રબળ વેગથી ‘હું દેહ છું, હું જીવ છું, હું ઇન્દ્રિયાદિ છું' એવો જે અધ્યાસ કે અજ્ઞાનરૂપી ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે તેને તું દૂર કર. એવો આદેશ કે ઉપદેશ, મનોનાશ કે ભ્રાંતિત્યાગના સંદર્ભે અત્યારે જણાવાયેલો છે.
જેવી રીતે પૃથ્વી ઉપરના ગુરુત્વાકર્ષણના બળની નિવૃત્તિ, પૃથ્વીના આંતર-આકાશ(INNER SPACE)ને છોડી, બાહ્ય અનંત આકાશમાં ઊડયા વિના થતી નથી અને જ્યાં સુધી પૃથ્વીના ગુરુત્વાકર્ષણના બળની બહાર ન નીકળાય ત્યાં સુધી વજનરહિત સ્થિતિનો અનુભવ થતો નથી. તેવી જ રીતે જયાં સુધી, ‘હું જીવ છું’ ‘હું દેહ છું’ તેવી ‘અતર્’ વૃત્તિની કે જીવભાવની નિવૃત્તિ થતી નથી, ત્યાં સુધી ‘હું બ્રહ્મ છું’ તેવા બ્રહ્મભાવની અનુભૂતિ થતી નથી. માટે જ મુમુક્ષુએ સૌ પ્રથમ જીવભાવ જેવા પોતાના અધ્યાસની નિવૃત્તિ ક૨વી જોઈએ.
(છંદ-અનુષ્ટુપ)
श्रुत्या युक्त्या स्वानुभूत्या ज्ञात्वा सार्वात्म्यमात्मनः । क्वचिदाभासतः प्राप्तस्वाध्यासापनयं कुरु ॥૨૬॥
श्रुत्या
શ્રુતિ,
=
युक्त्या = યુક્તિ, સ્વાનુભૂલ્યા = અને પોતાના
૪૭૯
=
અનુભવથી
आत्मनः
આત્માની
સાર્વાત્મ્યમ્ = સર્વાત્મતા
=
ज्ञात्वा જાણીને
વિવું = કોઈ કાળે
=
ઞમાતતઃ = (ચૈતન્યના) આભાસથી
પ્રાપ્ત- = પ્રાપ્ત થયેલા स्वाध्यासापनयं कुरु પોતાના અધ્યાસને દૂર કર.
=
=
શ્રુતિ અર્થાત્ ઉપનિષદ, યુક્તિ અર્થાત્ તર્ક અને સ્વાનુભૂતિ અર્થાત્ પોતાના વ્યક્તિગત અનુભવ દ્વારા પોતાનો આત્મા જ સર્વસ્વરૂપ છે, એવું સમજીને દેહાદિ ૫૨ના મિથ્યાભાસથી કોઈ કાળે ઉત્પન્ન થયેલા તારા