________________
૪૭૦
मनः प्रत्यगवस्थितम् = અંતઃકરણ અંતરાત્મામાં સુસ્થિર
થતું જાય છે. तथा तथा
= તેમ તેમ बाह्मवासनाः
= બાહ્યપદાર્થોની વાસનાઓનો मुञ्चति
= ત્યાગ કરે છે. વાસનાનાં નિઃશેષ મોક્ષે સતિ = વાસનાઓનો નિઃશેષ નાશ થવાથી आत्मानुभूतिः
= આત્માનુભૂતિ प्रतिबन्धशून्या
= પ્રતિબંધથી રહિત થઈ જાય છે. મનોનાશ જ વાસનાક્ષય છે.
વાસનાયાગના વિવેચનનું સમાપન કરતાં અંતે જણાવાયું છે કે જેમ જેમ મન આત્મસ્વરૂપના ચિંતનમાં, બ્રહ્મભાવનામાં કે નિદિધ્યાસનમાં સ્થિર થતું જાય છે તેમ તેમ તે બહારના ભૌતિક પદાર્થોની કે વિષયભોગની વાસનાઓને છોડતું જાય છે. તેમ કરતાં કરતાં અંતે તમામ વિષયવાસના, પદાર્થવાસના કે અનાત્માની વાસનાઓ આપમેળે છૂટી જાય છે. આમ, આત્મચિંતનમાં વાસનાઓનો આત્યંતિક ત્યાગ થાય છે ત્યારે આત્માનો અનાયાસે અપરોક્ષ અનુભવ થવા લાગે છે.
- ઉપરોક્ત ચર્ચાથી સ્પષ્ટ થાય છે કે આત્મસાક્ષાત્કાર, અપરોક્ષાનુભૂતિ કે જીવન્મુક્તિમાં વચ્ચે જો કોઈ વિઘ્ન હોય, પ્રતિબંધ હોય, આવરણ હોય, તો તે અન્ય કંઈ જ નહીં પરંતુ વાસના જ વિપ્ન છે, વાસના જ આવરણ છે, વાસના જ બંધન છે, વાસના જ સંસાર છે અને વાસના જ પ્રતિબંધ છે. માટે જ જ્યાં સુધી વાસનાઓનો નિઃશેષ ક્ષય ન થાય, અવશેષરહિત ત્યાગ ન થાય, ત્યાં સુધી પ્રતિબંધશૂન્ય અપરોક્ષાનુભૂતિ થતી નથી અગર અનાવરણ થયેલી જીવન્મુક્તિ અનુભવાતી નથી.
(છંદ-અનુરુપ) स्वात्मन्येव सदा स्थित्वा मनो नश्यति योगिनः । વાસનાનાં શાશ્વતઃ સ્વાધ્યાલાપનાં ર૭://