________________
४७१
સ્વાન વ સદા = પોતાના આત્મામાં જ સર્વદા : स्थित्वा
= સ્થિતિ કરીને યોનિઃ મનઃ = યોગીનું મન नश्यति
= નષ્ટ થઈ જાય છે.
= અને वासनानां क्षयः = વિષયવાસનાઓનો પણ નાશ થાય છે. મત:
= માટે સ્વાધ્યાસાપનાં ગુરુ = પોતાના અધ્યાસને દૂર કર.
જે યોગી આત્માનું અભેદભાવે મનન કર્યા કરે છે અને નિત્ય નિરંતર આત્મસ્વરૂપમાં જ જેનું મન સ્થિર થયું છે, તેનું મન બ્રહ્મથી ભિન્ન રહેતું નથી, પરંતુ બ્રહ્મ સાથે એકીભૂત થવાથી વિષયાસક્તિથી, ભૌતિક પદાર્થોના રાગથી તે મુક્ત થાય છે. એટલું જ નહીં, પરંતુ વિચારશૂન્ય અવસ્થાને પ્રાપ્ત થાય છે. માટે નથી તેમાં નશ્વર પદાર્થોના રાગનો વિચાર કે તેને પ્રાપ્ત કરવાની વાસના. તે જ પ્રમાણે નથી તેને કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ માટે દ્વેષભાવનાનો વિચાર. આમ હોવાથી, ત્યાં મન જેવું જ કંઈ રહેતું નથી. મનમાંથી વિષયવાસનારૂપી મળ, રાગ-દ્વેષરૂપી દોષ કે વિચારોની ચંચળતાની આત્યંતિક નિવૃત્તિ થવાથી મન શુદ્ધ થાય છે. આમ, આત્મવિચારમાં તે યોગીનું મન અભેદભાવ અનુભવે છે, તે મન આત્મસ્થ થઈ જાય છે. માટે અવિવેકી કે વિષયાસક્ત અથવા વાસનાગ્રસ્ત મન નાશ પામ્યું તેવું કહેવાય છે. આવી રીતે પ્રાપ્ત થયેલી ‘અમના' સ્થિતિને જ મનોનાશ કહી જણાવ્યું છે કે જે યોગીનું મન આત્મસ્વરૂપમાં સ્થિત છે તેનું મન નાશ પામેલું સમજવું અને તેની વાસનાઓનો પણ ક્ષય જ જાણવો. માટે હે મુમુક્ષુ! “તું તારા દેહ ઉપરની હું'પણાની ભ્રાંતિ કે “હું દેહ છું તેવો “અહંભાવરૂપી તારો અધ્યાસ દૂર કર.