________________
૪૬૮
जलादिसंपर्कवशात् = જેવી રીતે જળ વગેરેના સંબંધથી પ્રભૂત-ન્ય-ધૂતા--મા–દિવ્ય-વાસના = ઉત્પન્ન થયેલી દુર્ગધથી
અગરુ-ચંદનની મીઠી સુગંધ દબાઈ જાય છે. संघर्षणेन एव
= (પણ જ્યારે ચંદન-સુખડને)
સારી પેઠે ઘસવામાં આવે વાહી વિધૂયમને સતિ = (અને) બહારની દુર્ગધ દૂર
કરવામાં આવે ત્યારે જ सम्यक् विभाति = સુગંધ આવવા લાગે છે. માશ્રિતાના-કુરત વાસના = (તેવી જ રીતે) અંત:કરણમાં વસેલી,
અનેક દુર્વાસનારૂપી धूली विलिप्ता
= ધૂળથી દટાઈ ગયેલી परमात्मवासना
= પરમાત્મ-વાસના प्रज्ञातिसंघर्षणतः = ઉત્કૃષ્ટ જ્ઞાનરૂપી ઘર્ષણથી विशुद्धा
= વિશુદ્ધ બનીને चन्दनगन्धवत्
= ચંદનની સુગંધની જેમ स्फुटा प्रतीयते
= સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે.' જેમ સુખડ કે ચંદનના લાકડાં જળમાં તણાતાં હોય અને વર્ષાના મેલા પાણીથી જો પાણી ગંદુ કે કચરાવાળું થયું હોય તો તેવા લાકડાં ઉપર મેલ કે કચરાનું આવરણ થવાથી ચંદનની દિવ્ય સુગંધી આવતી નથી. પરંતુ જયારે ચંદનના લાકડાં ઉપર ચોંટેલા મળ અગર કચરાને સારી રીતે ઘસીને દૂર કરવામાં આવે તો કચરાની કે પાણીના મેલની દુર્ગધ દૂર થાય છે અને ચંદનની પવિત્ર સુવાસ ફેલાવા લાગે છે. તેવી જ રીતે મન કે અંતઃકરણમાં રહેલી અનેક પ્રકારની અતિ બળવાન વાસનારૂપી ધૂળ કે મેલ દ્વારા પરમાત્માપ્રાપ્તિની સાત્ત્વિક વાસના દટાઈ કે ઢંકાઈ જાય છે. પરંતુ જો તેવી પ્રબળ વાસનાને ઉત્કૃષ્ટ જ્ઞાનરૂપી ઘર્ષણથી ઘસી ઘસીને સારી રીતે દૂર કરવામાં આવે તો જેમ પેલા સુખડ કે ચંદન ઉપર પાણીનો મેલ કે કચરો ચોંટેલો દૂર થઈને ચંદનની સુગંધ ફેલાય છે; તે જ પ્રમાણે વિષયવાસનાઓ,