________________
૪૬૨
ઇન્દ્રિયાદિનો સાક્ષી માને છે તે નિઃસંદેહ દેહ અને ઇન્દ્રિયોથી પોતાને જુદો જાણે છે. તેવા વિવેકીને દેહતાદાભ્ય હોતું નથી. તેથી તેમાં અહંભાવ કે મમભાવ જાગ્રત થતો જ નથી અને તેવા ભાવથી ઊભું થયેલું બંધન પણ તેમને નડતું નથી. કારણ કે જેવી રીતે દષ્ટા દશ્યથી જુદો છે, જ્ઞાતા જોયથી ભિન્ન છે તેવી રીતે પ્રત્યેક શરીરમાં રહેલો સાક્ષી આત્મા સાક્ષ્ય દેહ, ઇન્દ્રિયાદિથી ભિન્ન છે. આમ, વિચારતાં ઉપરના બે શ્લોકમાં વાસનાત્યાગનો જ સંદેશ અપાયેલો છે. કારણ કે જો દેહ કે ઇન્દ્રિયો ઉપર અહંભાવ કે મમભાવ ઉત્પન્ન ન થાય તો શરીર મારું છે' કે “હું શરીર છું એ ભ્રમણા નષ્ટ થાય અને તે જ ન્યાયે શરીર કે ઈન્દ્રિયોના ભોગની વાસના પણ જાગે નહીં. આમ, અહંભાવ, મમભાવ કે અધ્યાસ દૂર કરવાનો સરળ ઉપાય પોતાને સાક્ષી જાણવામાં જ છે. સાક્ષીભાવમાં જીવે છે તે પોતાને અસંગ માની દેહાદિમાં કે તેમના ભોગો માટે વાસના કરતો નથી અને વાસના પાછળ કર્મો કરી, કર્મોના ફળ ભોગવવા પુનર્જન્મને નિમંત્રણ પણ આપતો નથી. તેથી વાસનાથી બચવાના ઉપાય રૂપે જ અહંભાવ, મમભાવ કે અધ્યાસને દૂર કરવાનો સંદેશ અપાયો છે.
(છંદ-અનુષ્ટ્રપ) लोकानुवर्तनं त्यक्तवा त्यक्तवा देहानुवर्तनम् ।
शास्त्रानुवर्तनं त्यक्तवा स्वाध्यासापनयं कुरु ॥२७१॥ તોરાનુવર્તનમ્ = લોકોને અનુસરવાનું ત્યજીવા
= છોડીને દેહાનુવર્તનં ત્યtવી = શરીરને અનુસરવાનું છોડીને, શાસ્ત્રાનુવર્તનં ત્યtpવા = (અને) શાસ્ત્રોને અનુસરવાનું છોડીને સ્વાધ્યાસાપનાં ગુરુ = પોતાના અધ્યાસને દૂર કર.
| (છંદ-અનુષ્ટ્રપ) लोकवासनया जन्तोः शास्त्रवासनयापि च । દેહવાલના જ્ઞાન યથાવર નાયરે ર૭રા