________________
૪૬૧
જ પ્રમાણે જે કંઈ મારું છે તેનો નાશ થવાથી દુઃખ ઉત્પન્ન થાય છે. આમ, મમભાવને લીધે કર્મના મહાસાગરમાં પડવું પડે છે અને અંતે કર્મના ફળ ભોગવવા ગર્ભમાં કેદ થવું પડે છે. જો શરીર કે માલ-મિલકત મારાં નથી તો કેવી તેમની સુરક્ષાની વાસના કે શા માટે તેમની વૃદ્ધિની વ્યવસ્થાની ચિંતા? આમ જોતાં મમભાવ જ બંધન છે કારણ કે તેવા ભાવમાંથી જ અનેક પ્રકારની વાસનાઓ જન્મે છે. તેથી જે કોઈ વાસનાબંધનથી છૂટવા માગતો હોય તેણે અહંભાવ અને મમભાવરૂપી અધ્યાસનો તીવ્ર વિવેક દ્વારા શીઘ્ર ત્યાગ કરવો જોઈએ.
(છંદ-અનુપ) ज्ञात्वा स्वं प्रत्यगात्मानं बुद्धि तद् वृत्तिसाक्षिणम् ।
सोऽहमित्येव सवृत्याऽनात्मन्यात्ममतिं जहि ॥२७०॥ વૃદ્ધિ તવૃત્તિ સાક્ષાત્ બુદ્ધિ તિ = એવી
અને તેની વૃત્તિઓના સાક્ષી સર્વત્યા = સવૃત્તિ વડે પ્રત્યTIભાનમ્ = પ્રત્યગાત્માને તેમનાત્મનિ = અનાત્મામાં
હું = સ્વસ્વરૂપ માત્મતિમ = આત્મબુદ્ધિનો જ્ઞાવા = જાણી
जहि = ત્યાગ કર. સઃ હવે કદમ્ =“તે જ હું છું”
પૂર્વ શ્લોકના વિચારનો વિસ્તાર કરતાં જણાવાયું છે કે જડ પદાર્થો ઉપર થયેલી જે અહંભાવ જેવી આત્મબુદ્ધિ છે અર્થાત્ દેહ, ઈન્દ્રિય આદિ જડ અને નાશવાનમાં “તે હું છું' એવી દેહાત્મબુદ્ધિનો ત્યાગ કરવા માટે પ્રત્યેકમાં રહેલા પોતાના અંતરાત્માને બુદ્ધિ અને બુદ્ધિની વૃત્તિઓનો સાક્ષી જાણ. અર્થાત્ “હું તો દેહનો, ઈન્દ્રિયોનો, અવયવોનો સાક્ષી છું અને સાક્ષી હોવાથી બુદ્ધિ કે તેની વૃત્તિઓથી જુદો છું અને સાક્ષ્ય કદી થઈ શકું નહીં.” એવી સાક્ષીરૂપી સત્યવૃત્તિ દ્વારા દેહાત્મવૃત્તિ જેવી અનાત્મવૃત્તિનો તારે ત્યાગ કરવો જોઈએ.
આવા શ્લોકગત સંદેશથી સ્પષ્ટ થાય છે કે જે કોઈ પોતાને દેહ,