________________
૪૩)
કરવો જ ઉચિત છે. તેથી ધોળો દોડે છે તેવા વાચ્યાર્થમાં ધોળા રંગનો ઘોડો દોડે છે' એવો અર્થ ગર્ભિત રીતે વાક્યમાં છુપાયેલો છે, એમ કહી શકાય. આમ, વાચ્યાર્થમાં અન્ય અધિક અર્થ જે લક્ષણાશક્તિથી જણાય છે તેને અજત લક્ષણા કહેવામાં આવે છે. (૩)જહદજહલ્લક્ષણા(જહત-અજહ-લક્ષણા) કે ભાગત્યાગલક્ષણા-જ્યારે કોઈ પણ પદ કે શબ્દના વાચ્યાર્થમાંથી કંઈક વિરોધીભાગનો ત્યાગ કરીને તેના સંબંધિત અવિરોધી વાચ્યાર્થ ભાગનું ગ્રહણ કરવામાં આવે છે ત્યારે જે શબ્દશક્તિથી નવો અર્થ મળે છે તેને ભાગત્યાગલક્ષણા કહેવામાં આવે છે. અગર જહદજહલ્લક્ષણા પણ કહેવાય છે. દા.ત. “સોડ્ય દેવત્ત:' તે આ દેવદત્ત છે.” આ વાક્યમાં સ: = તે, શબ્દથી અગાઉના ભિન્ન દેશકાળમાં અર્થાત્ દા.ત. ઈ.સ.૧૯૫૧ની સાલમાં કાશી શહેરમાં જોયેલો તે, એવો અર્થ કરી શકાય અને મામ્ = “આ” શબ્દથી હાલના દેશ અને કાળમાં અર્થાત્ ૧૯૯૫માં મુંબઈ શહેર કે દેશમાં અત્યારે જોઈએ છીએ તે
આ'; એવો અર્થ થાય છે. આમ, જેની વાત ચાલે છે તેની પૂર્વેની દેશકાળની સ્થિતિ અર્થાત્ ઈ.સ.૧૯૫૧ની કાશીની સ્થિતિ અને અત્યારના દેશકાળની સ્થિતિ અર્થાત ઈ.સ.૧૯૯૫ની મુંબઈની સ્થિતિ, ભિન્ન જણાય છે. જેમ કે, પૂર્વે તે નગરશેઠનાં વસ્ત્રાદિમાં કાશીમાં વેપારી તરીકે હતો અને અત્યારે ભગવા વસ્ત્રમાં સંન્યાસી તરીકે મુંબઈમાં છે. આ પ્રમાણે દેશ, કાળ, વસ્ત્ર અને ઉપાધિ વગેરેનો પરસ્પર વિરોધ જણાય છે તે, ‘આ’ અને ‘તે’ જેવા શબ્દોના વાચ્યાર્થનો જ વિરોધ છે. પ્રસ્તુત દૃષ્ટાંતમાં નગરશેઠની ઉપાધિ અને સંન્યાસીની ઉપાધિનો જ વિરોધ છે. છતાં એ બન્ને શબ્દોથી નિર્દેશ કરાયેલ વ્યક્તિનું શરીર કે દેવદત્ત તો એકનો એક જ છે. એવો અર્થ ગ્રહણ કરવામાં ‘સ: = તે” અને “ભયમ્ = આ બે શબ્દોના વિભિન્ન કે જુદા જુદા દેશ, કાળ, વસ્ત્ર અને ઉપાધિ જેવાં, જે વિરોધી અંશો છે, તેનો ત્યાગ કરવામાં આવે છે. આને વિરોધી અંશોનો જહત્ લક્ષણા વડે ત્યાગ કર્યો છે એમ કહેવાય, તથા “સ:” અને “મયમ્' એટલે 'તે' અને ‘આ’ બન્ને પદ કે શબ્દમાં જે અવિરોધી અંશ દેવદત્ત નામની વ્યક્તિનો