________________
૪૩૯
કારણરૂપી માટી કાર્યરૂપી ઘટાદિમાં ઉપર-નીચે, આજુ-બાજુ, સર્વપ્રકારે, સર્વવ્યાપી જ છે અને તેમ હોવાથી ઘડામાં કાર્યરૂપે અનુસૂત છે, તેથી ઘટાદિ માટીથી તસુભાર જુદાં થઈ શકે નહીં અને તે પણ નહીં. આમ, કાર્ય અને કારણ બન્ને એક જ છે, એ ન્યાયે સમજવું કે સત આત્મારૂપી અધિષ્ઠાન દ્વારા નીપજેલું કે ઉપજેલું આરોપરૂપે જણાતું અખિલ જગત સતરૂપે જ છે. કારણ કે જગતરૂપી આરોપની અધિષ્ઠાનથી ભિન્ન સ્વતંત્ર સત્તા સંભવતી નથી. ઉપરાંત જગતના પ્રત્યેક નામ અને આકારમાં સત્તા અને સ્કૂર્તિ તરીકે તો અધિષ્ઠાન આત્મા કે બ્રહ્મ જ છે. તેથી જગતના પ્રત્યેક પદાર્થોમાં સત આત્મા સિવાય અન્ય કાંઈ છે જ નહીં. તેથી શ્લોકાર્થમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે “મનાસ્તિ સતઃ પર વિમ”િ
આ જ નિઃસંદેહ સત્ય છે અને આવું સત્તત્ત્વ જ આત્મા છે. માટે નિઃસંદેહ સમજી લે કે જે આત્મા કે બ્રહ્મ પ્રશાંત, નિર્મળ, અદ્વિતીય અને દેશ-કાળ-વસ્તુથી અપરિચ્છિન્ન હોઈ પરમતત્ત્વ છે, તત્ ત્વમ્ સિ તે તું જ છે.'
(છંદ-શાર્દૂલવિક્રીડિત) निद्राकल्पितदेशकालविषयज्ञात्रादि सर्वं यथा मिथ्या तद्वदिहापि जाग्रति जगत्स्वाज्ञानकार्यत्वतः । यस्मादेवमिदं शरीरकरणप्राणाहमाद्यप्यसत्
तस्मात्तत्त्वमसि प्रशान्तममलं ब्रह्माद्वयं यत्परम् ॥२५४॥ થથા નિકાન્વિત- = જેમ ઊંઘમાં (સ્વપ્નમાં) કલ્પિત દેશ–ાન-વિષય-જ્ઞાત્રા- દેશ, કાળ, વિષય અને એ બધાનો જ્ઞાતા વગેરે सर्वं मिथ्या = બધું જ મિથ્યા છે. તત્ નીતિ રૂઇ પ = તેમ જાગ્રત અવસ્થામાં પણ जगत्
= (આ) જગત સ્વ-મજ્ઞાનવાર્યત્વતઃ = પોતાના અજ્ઞાનનું જ કાર્ય હોવાથી (મિથ્યા છે.)